લીંબડી સિવિલ હોસ્પિટલમાં ફિમેઈલ વોર્ડમાથી પાણી નીચે ઉતર્યુ એવી ચર્ચા થઈ રહી હતી ત્યારે બાદ ખબર પડી કે આ પાણી ફાયર સેફ્ટીના પાઈપમાથી લીકેજ થયું છે તો ફાયર સેફ્ટી લાઈન કરોડોના ખર્ચે નાખવામાં આવી છે ત્યારે મળતી માહિતી મુજબ આ લાઈન લીકેજ થઈ જવાથી લીબડી સિવિલ હોસ્પિટલમાં આવેલ મેઈલ વોર્ડમા પાણી ભરાઈ જવા પામ્યા હતા ત્યારે દર્દીઓના ખાટલા નીચે પાણી ફરી વળ્યા હતા ત્યારે આ બાબતની જાણ હોસ્પિટલના તંત્રને જાણ થતાં તાત્કાલિક અસરથી વર્ગ ચારનાં બે કર્મચારીઓ મુકી પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે કલાકોની મહેનત બાદ આ વોર્ડમાં ભરાયેલા પાણીનીનો નિકાલ કરવામાં આવ્યો હતો ખાસ કરીને વાત કરવામાં આવે તો હજુ થોડો સમય જ થયો છે તો આ પાણી લીકેજ થવાનું કારણ શું ? આવા સવાલ ફાયર સેફ્ટીની લાઈન નાંખનાર ઉપર ઉઠી રહ્યા છે, આતો તાત્કાલિક હોસ્પિટલ તંત્રને જાણ થતાં આ પાણીનો નિકાલ કરી શકાયો હતો. આ પાણી પુરા હોસ્પિટલમા ફરી વળે એવી પરિસ્થિતિ સર્જાઈ હતી.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
લીંબડી સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી લાઈન લીકેજ થતાં મેઈલ વોર્ડમાં પાણી ભરાયુ
Advertisement