(વિશાલ મિસ્ત્રી રાજપીપળા)
ગુજરાત સરકારના કેબિનેટ કક્ષાના નાગરિક ઉડ્ડયન અને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શનિવારે નર્મદા જિલ્લાની મુલાકાતે આવી પહોંચ્યા હતા.પ્રથમ તેમણે સરદાર સરોવર પાસેની સાધુ ટેકરી સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.બાદ તેમણે કેવડીયામાં વીર ભગતસિંહ ગ્રીન પ્રાથમિક શાળાનું લોકાર્પણ કર્યું હતું.આ પ્રસંગે માજી વનમંત્રી શબ્દશરણ તડવી,નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ રુચિકા વસાવા,શિક્ષણ સમિતિ ચેરમેન મમતા વસાવા,બાંધકામ સમિતિ ચેરમેન દિનેશ તડવી સહિત અન્ય આગેવાનો અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પોતાના પ્રવચનમાં શિક્ષણ સમિતિના ચેરમેન જેડીયુના મમતા વસાવાએ નર્મદા જિલ્લાના શિક્ષણનું સ્તર નીચું જતું હોવાથી ચિંતન કરવાની શિક્ષણ મંત્રી સમક્ષ ગુજરાત સરકારને સલાહ આપી હતી.ત્યારે છેલ્લા 5 વર્ષમાં નર્મદા જિલ્લાનું પરિણામ લગભગ ઓછું આવતું હોવાનું ભુપેન્દ્રસિંહ ચુડાસામાએ કબૂલી યોગ્ય કરવા એમને હૈયાધારણ આપી હતી.અને વધુમાં ચુડાસામાએ જણાવ્યું હતું કે શાળા એ સરસ્વાતિનું સાક્ષાત મંદિર છે.બાળકની જવાબદારી એકલા શિક્ષકની નહીં પણ મા-બાપની અને SMC ની પણ છે.આવનારા 5 વર્ષમાં ગુજરાતને 100% સાક્ષર કરવાનો સરકારનો ધ્યેય છે.ધોરણ 10,12 માં નાપાસ થયા પછી સ્યુસાઈડ એક ફેશન બની ગયું છે એ ચિંતાનો વિષય છે,10,12 ના રીઝલ્ટ પછી સરકારે કેનાલો પર પહેરો ગોઠવવો પડે છે.ફી નિયમન મામલે જણાવ્યું હતું કે આગામી 1લી તારીખે આવનારા ચુકાદામાં સરકારનો હાઇકોર્ટની જેમ સુપ્રીમ કોર્ટમાં પણ વિજય થશે.કેવડિયા કોલોની નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવનાર પ્રવાસીઓ માટે એરસ્ટ્રીપ વિકસાવવા રાજ્ય સરકાર વિચાર કરશે.
કેવડિયા ખાતે વીર ભગતસિંહ ગ્રીન પ્રાથમિક શાળાનું લોકાર્પણ થયું એ શાળાની વિશેષતા એ છે કે,નૈસર્ગીક અને પ્રદુષણમુક્ત વાતાવરણ,હવા ઉજાશ વાળા સુવિધાયુક્ત ઓરડા છે.આ શાળામાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પણ છે જેમાં ચોમાસાના વરસાદી પાણીનો સંગ્રહ થયા બાદ એ પાણીનો વિવિધ રૂપે વિવિધ જગ્યાઓ પર ઉપયોગ થઈ શકશે.આ શાળાનું 2 કરોડ ના ખર્ચે નિર્માણ થયું છે.
Advertisement