Proud of Gujarat
FeaturedGujaratINDIA

દબાણ કર્તાઓ સામે તંત્રની તવાઈ – વાગરા બજાર વિસ્તારમાંથી ગેરકાયદેસર દબાણ દૂર કરવા તંત્ર કામે લાગ્યું

Share

ભરૂચ જિલ્લાના વાગરા પંથકમાં આવેલ મુખ્ય બજારમાં છેલ્લા કેટલાય વખતોથી જાહેર માર્ગ પર જ ગમે ત્યાં વાહનો પાર્ક કરવા સહિત લારી ગલ્લા ઉભા કરી દેવા અને દુકાનોનો સામાન નડતર રૂપી મૂકી દેવા જેવા દબાણોના કારણે રસ્તા ઉપર ટ્રાફિકની સમસ્યાનું સર્જન થતું હતું.

વાગરા મુખ્ય બજારમાં વિકટ બનતી ટ્રાફિકની સમસ્યાઓ સામે હવે તંત્ર એક્શનમાં આવ્યું છે ત્યારે વાગરા મુખ્ય બજાર વિસ્તારમાં પોલીસના કર્મીઓ આજે ઉતરી આવી ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે દબાણ કર્તાઓને સૂચનો કર્યા હતા.

રસ્તા વચ્ચે જ નડતર રૂપી તમામ દબાણો વહેલી તકે દૂર કરવા અંગેના સૂચન પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યા હતા, આ પ્રકારની કાર્યવાહી બાદ વાગરા ટાઉનમાં વિકટ બનેલ ટ્રાફિકની સમસ્યામાંથી આ દબાણો દૂર થયા બાદ છૂટકારો મળશે તેવું જાગૃત નાગરિકો માની રહ્યા છે.

Advertisement

Share

Related posts

સુરત ચોક બજારના ડભોલી વિસ્તારમાં શાળાનાં બાળકોના ઝધડામાં સમાધાન કરવા ગયેલા બે સંતાનના પિતાને ચ્પ્પુના ધા મારી મોતને ધાટ ઉતારી દેવાની ધટનાએ સુરત પંથકમાં ચકચાર મચાવી છે.

ProudOfGujarat

રાજપીપળા નગરપાલિકાના 140 જેવા સફાઈ કામદારો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા…

ProudOfGujarat

અખિલ ભારતીય વિચરતી અને વિમુક્ત જનજાતિ સંઘની પોતાની માંગોને લઈ રાજપીપળામાં વિશાળ રેલી,નર્મદા જિલ્લા કલેકટર કચેરીએ હલ્લાબોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!