અંકલેશ્વર ના રાધે પાર્ક સ્થિત વિમલ-પારસ ધર્મ સ્થાનકે પ્રવચન માળા નું આયોજન કરવાંમાં આવ્યું છે. જેમાં જૈનાચાર્ય શ્રીમદ્દ વિજય યશોવર્મ સુરીશ્વરજી મહારાજ દ્વારા જૈન બંધુઓને સંબોધતા જીવન અને મરણના મૂલ્યો તેવોની સરળ ભાષામાં સમજાવ્યા હતા. આ પ્રસંગે તેઓએ પ્રવચનમાં જણાવ્યુ હતુ કે “મર્યા પછી કોઈ યાદ કર એ નશીબ પણ જીવતે જીવ કોઈ આપણી ફરિયાદ કરે એ કમનશીબ”. કહેવાય.
જગતનાં બધા ધર્મો માણસમાં માણસાઈનાં દિવા પ્રગટાવે છે ને પરમાત્માની પાસે પહોંચાડે છે. પણ ધર્મ પરમાત્મા પાસે તો પહોંચાડે જ છે, સાથે સાથે એને પરમાત્મા પણ બનાવે છે.જીવનદર્શન નું કહેવું છે કે આત્મા પરમાત્મા બની શકે છે. જો એ ધારે તો દરેક જમીન નીચે પાણી છે. જે મળે પણ ડ્રિલિંગ કરો તો જ.
પરમાત્મા બનવા માટે રાગ, દ્વએશ, જેલસી, સ્વાર્થ, ભાવ જે દુર્ગુણો છે એને ઓછા કરવાનો આદેશ શ્રી મહાવીર પ્રભુજીએ આપ્યો છે. જનમેદનીને આંખો લૂછતીમાં ધર્મગુરુ જણાવ્યું હતું કે મર્યા પછી કોઈ યાદ કરે એ નશીબ પણ જીવતે જીવ કોઈ આપણી ફરિયાદ કરે એ કમનશીબ છે.
આપણા વ્યવહાર આપણે સ્વભાવ આપણી યાદ પણ કરાવે ને ફરિયાદ પણ કરાવે શું પસંદ કરવું એ આપણા હાથમાં છે. તેંમ જણાવ્યું હતુ.