છેલ્લા એક અઠવાડિયાથી અંકલેશ્વર ઓદ્યોગિક વસાહતની વરસાદી ગટરોમાં પ્રદૂષણ વહેવાની ઘટનાઓ બની રહી હતી. આજે પણ આવી ઘટનાની ફરિયાદ પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા જીપિસિબી ને કરવામાં આવી હતી. જીપીસીબી દ્વારા સ્થળ પર તપાસ કરતા લાલ રંગનાં પાણીનુ ગેરકાયદેસર નિકાલ કરનારી કંપનીને ઝડપી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રકૃતિ સુરક્ષા મંડળનાં સલીમ પટેલે જણાવ્યું હતું કે “પ્રદૂષિત પાણીનાં ગેરકાયદેસરનાં નિકાલની રોજની ઘટના બની છે આજરોજ પણ અમે ફોન કરીને જીપીસીબી ને સ્થળ પર બોલાવી હતી. જીપીસીબી દ્વારા લાલ રંગનાં પ્રદૂષિત પાણીનાં નિકાલ કરનારી કંપનીને રંગે હાથ ઝડપી પાડી હતી અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આપણે ગાંધી જયંતિ ઉજવી રહ્યા છીએ સ્વચ્છતા બાબતે ઠેર ઠેર સરકારી પ્રોગ્રામ થઈ રહ્યા છે. ત્યારે આજનાં દિવસે અમારી ફરિયાદનાં અનુસંધાને જીપીસીબી એ કરેલ અભિયાનને અમો બિરદાવી એ છીએ અને અપેક્ષા રાખીએ છીએ કે દોષિત કંપનીઓ સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.
અંકલેશ્વરની ઔદ્યોગિક વસાહતની કંપની દ્વારા પ્રદૂષિત પાણી વરસાદી કાંસમાં નિકાલ કરતા જીપીસીબી એ કાર્યવાહી કરી
Advertisement