કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય ભારત સરકારનાં સૂચન અને માર્ગદર્શન અનુસાર સમગ્ર દેશવ્યાપી ૧ કલાક સ્વચ્છતા શ્રમદાન અંગે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીનાં સ્વપનને સાકાર કરવા અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને સ્વચ્છાંજલી અર્પવા “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત આયોજીત કાર્યક્રમમાં નિયામક ઝયનુલ આબેદીન સૈયદનાં વડપણ અને કાકાબા હોસ્પિટલ હાંસોટનાં ટ્રસ્ટી ડૉ.ભરત ચાંપાનેરીયાના માર્ગદર્શન હેઠળ તથા પ્રતિનિધિઓ સ્ટાફગણ અને જે.એસ.એસ સબ સેન્ટર હાંસોટનાં રિસોર્સ પર્સન તાલીમાર્થી ભાઈ-બહેનોનાં સહયોગ વડે હાંસોટનાં મુખ્ય વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરીને ધન કચરાનો સુવ્યસ્થિત રીતે નિકાલ કરવામાં આવ્યો હતો.
બીજા કાર્યક્રમમાં ભરૂચ શહેરનાં સોનેરી મહેલ નગરપાલિકા વિસ્તારમાં સિનીયર રિસોર્સ પર્સન શ્રી ઝેડ.એમ.શેખનાં તથા અર્પિતાબેન રાણાનાં સહયોગથી તાલીમાર્થી ભાઈ-બહેનો અને સ્ટાફ સભ્યો સાથે રહીને સફાઈ ઝુંબેશ સવારે ૧૦.૦૦ કલાકે હાથ ધરી સંપૂર્ણ સફાઈ કરીને ધન કચરાનો સુવ્યસ્થિત નિકાલ કરવામાં આવ્યો હતો. બંન્નેવ કાર્યક્રમોમાં સ્થાનિક રહેવાસી ભાઈ-બહેનોને પણ સાથે રાખીને સમાજમાં રહેતા તમામ જન સમુદાયમાં સ્વચ્છતા અને સ્વસ્થતા અંગે જાગૃતિ આવે તેનો બહોળો પ્રચાર પ્રસાર થાય તે હેતુથી સરકારશ્રી દ્વારા જાહેર કરેલ એસ.ઓ.પી મુજબ નક્કી કરેલ કામગીરી માટેનાં આ ૧ કલાકનું શ્રમદાન કરી મહત્વપૂર્ણ યોગદાન આપી દેશનાં આ ભગીરથ કાર્યને આગળ ધપાવવા ભારત સરકારનાં અભિગમને સફળ બનાવવા બદલ નિયામકશ્રી ઝ્યનુલ આબેદીન સૈયદે સૌ તાલિમાર્થીઓ, સ્ટાફ અને ફિલ્ડ સ્ટાફ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સફળ સંચાલન લાઈવલી હૂડ કો.ઓર્ડિનેટર ક્રિષ્નાબેન કથોલીયા, ઝઈમભાઈ કાગઝી, હેતલબેન પટેલ દ્વારા કરવામાં આવ્યુ હતુ.
યાકુબ પટેલ, પાલેજ
ભરૂચ જન શિક્ષણ સંસ્થાન દ્વારા “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત ભરૂચ અને હાંસોટ ખાતે ૧ કલાક સ્વચ્છતા માટે શ્રમદાન કર્યુ..
Advertisement