Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ મુન્શી મહિલા બી.એડ કોલેજમાં ગાંધી જયંતીની ઉજવણી કરાઇ.

Share

મુન્શી (મનુબરવાલા) મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મુન્શી મહિલા બી.એડ્ કોલેજમાં ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીના ભાગરૂપે એફ‌ વાય અને એસ વાય બી.એડની તાલીમાર્થીઓ દ્વારા રંગોળી, ચિત્ર સ્પર્ધા, સત્ય અને અહિંસા પર બે નાટકો અને “વૈષ્ણવજન તો જેને રે કહીએ” ભજન સમુહમાં રજૂ કરવામાં આવ્યું.

ત્યારબાદ બી.એડ ની તાલીમાર્થીઓ દ્વારા ગાંધીજીના જીવન પર આધારિત PPT રજૂ કરવામાં આવી અને ગાંધીજીના જીવન પ્રસંગો અને તેમની ભારત છોડો આંદોલન તથા મીઠાનો સત્યાગ્રહ વિશે જાગૃતતા લાવવામાં આવી. ત્યારબાદ બી.એડ્ કોલેજમાં સ્વચ્છતાને લગતા પ્રોગ્રામો હાથ ધરી સમગ્ર દિવસને ગાંધી જયંતી નિમિત્તે અર્પણ કરવામાં આવ્યો હતો. આજના આ પ્રસંગે મુન્શી ટ્રસ્ટ પણ બાળકોમાં સત્ય અને અહિંસાની ભાવના કેળવાય તે માટે કટીબદ્ધ રહેશે.

Advertisement

Share

Related posts

રાજપીપળા : કોરોનાથી સાજા થયેલ નર્મદાના 187 પોલીસ કર્મીઓ અને અધિકારીઓને મલ્ટીવિટામિન ટેબ્લેટ દવાઓનું વિતરણ.

ProudOfGujarat

ઉમરપાડાનું ધાણાવડ ગામ પોસ્ટ માસ્તર અને સરપંચના પ્રયાસથી સુકન્યા ગામ બનતા પ્રમાણપત્ર એનાયત કરાયુ.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકા મથક ખાતે આદિવાસી દિનની ઉજવણીમાં કેબિનેટ મંત્રી ઉપસ્થિત થશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!