Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગનો ધોલી ડેમ સિઝનમાં પ્રથમ વખત ઓવરફ્લો, આસપાસના 10 થી વધુ ગામો સાબદા કરાયા

Share

સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થઈ નર્મદા નદીમાં ઐતિહાસિક પૂરનું નિર્માણ થયું હતું જેને લઇ કેટલાય ગામો અને લોકો અસરગ્રસ્ત બન્યા છે ત્યારે સામે વિપરીત પરિસ્થિતિ નેત્રંગ તાલુકાના ધોલી, પીંગોટ અને બલદવા ડેમ સપ્ટેમ્બર મહિનામાં પણ ખાલી પડ્યા હતાં પણ ઉપરવાસમાં થયેલાં ભારે વરસાદના કારણે હાલ ધોલી ડેમ 5 સેમીની સપાટીથી ઓવરફલો થઇ રહયો છે જેના કારણે ઝઘડિયા તાલુકાના 10 ગામને સાબદા કરાયાં છે. નેત્રંગ વિસ્તારની અમરાવતી, કિમ, મધુમતી અને ટોકરી નદી આ ચારેય નદી આખા ચોમાસાની સિઝનમાં પણ બે કાંઠે વહી નથી કે તેમાં પૂર આવ્યા નથી. ઓગષ્ટ મહિનામાં મેઘરાજાએ મહેર વરસાવતાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો પણ સપ્ટેમ્બર મહિનામાં મેઘરાજાએ વિરામ લીધો હતો. આવા સમયે 16મીએ રાત્રે નર્મદા ડેમમાંથી 18 લાખ કયુસેક પાણી છોડવામાં આવતાં નર્મદા નદીમાં પૂર આવ્યું હતું અને કાંઠા વિસ્તારો ખેદાન મેદાન થઇ ગયાં છે. ભરૂચ જિલ્લામાં નેત્રંગ અને ઝઘડિયા તાલુકામાં આવેલાં મધ્યમકક્ષાના ડેમોની વાત કરવામાં આવે તો પીંગોટ ડેમની વર્તમાન સપાટી 137.97 મીટર છે જયારે બલદવા ડેમની સપાટી 139.83 મીટર છે અને ધોલી ડેમની સપાટી 136.05 મીટર છે અને આ ડેમ 5 સેમીની સપાટીથી ઓવરફલો થઇ રહયો છે.

ધોલી ડેમમાં 169 કયુસેક પાણી ઓવરફલો થઇને નદીમાં ઠલવાઇ રહયું હોવાથી કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે. વનરાજીથી ઘેરાયેલાં વાલિયા, ઝઘડિયા અને નેત્રંગ તાલુકામાં સિંચાઇના પાણી માટે ખેડૂતો નદી તથા વરસાદના પાણી ઉપર નિર્ભર છે. બલદવા અને પીંગોટ ડેમ હજી ખાલી હોવાથી ખેડૂતોને આગામી ઉનાળામાં પાણીની સમસ્યાનો સામનો કરવો પડશે તેવા સંજોગો ઉભા થયાં છે.

Advertisement

– પીંગોટ ડેમ અડધા કરતાં વધારે ભરાયેલો, જળાશયમાં 4.89 એમસીએમ પાણી હયાત

પીંગોટ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં કુલ 894 એમ.એમ. વરસાદ પડ્યો છે ડેમનું પાણીનું લેવલ 137.97 મીટર પહોચ્યું છે.જેનું ઓવરફલો લેવલ 139.70 મીટર છે એટલે હજુ 68 .35 % ભરાયો છે અને 2.27 મીટર હજુ અધૂરો છે.હાલ 4.89 એમસીએમ પાણીનો જથ્થો છે જ્યારે ડેમ સંપૂર્ણ ભરાય ત્યારે 7.52 એમસીએમ પાણીનો ભરાવો થાય છે.

– બલદવા ડેમમાં હાલમાં 5 .29 એમસીએમ પાણીનો સંગ્રહ

બલદવા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં કુલ 1014 એમ.એમ. વરસાદ પડ્યો છે હાલ ડેમનું પાણીનું લેવલ 139.83 મીટર પહોચ્યું છે.જેનું ઓવરફલો લેવલ 141.50 મીટર છે એટલે હજુ68.71 % ભરાયો છે હાલ 5.29 એમસીએમ પાણીનો જથ્થો છે જ્યારે ડેમ સંપૂર્ણ ભરાય ત્યારે 8.15 એમસીએમ પાણીનો ભરાવો થાય છે અને તે સિંચાઇ માટે ઉપયોગી બની છે.

– ધોલી ડેમ 25 વર્ષથી સંપૂર્ણ ખાલી થયો નથી

ધોલી ડેમના કેચમેન્ટ વિસ્તારમાં કુલ 783 એમ.એમ. વરસાદ પડ્યો છે ડેમનું પાણીનું લેવલ 136.05 મીટર પહોચ્યું છે.જેનું ઓવરફલો લેવલ 136.00 મીટર છે એટલે ડેમ 5 સેમીથી ઓવરફલો થઇ રહયો છે.ડેમ 100 ટકા ભરાયો છે. જ્યારે ડેમ સંપૂર્ણ ભરાય ત્યારે 14.14 એમસીએમ પાણીનો ભરાવો થાય છે.25 વર્ષ પહેલા ધોલી ડેમનું નિર્માણ થયું ત્યારથી આજદિન સુધીમાં ખાલી નથી થયો. ધોલી ડેમના નીચાણવાળા વિસ્તારમાં ધોલી, રઝલવાડા, મોટા સોરવા, રાજપરા, ભીલવાડા, કાટોલ, સારસા, કપાટ અને વણાંકપોર સહિતના ગામ આવેલાં છે.


Share

Related posts

વાગરાના એસ ટી સ્ટેન્ડ પાસે ખુલ્લા માં વરલી મટકા નો જુગાર રમતા ૫ જુગારીયા ઝડપાયા

ProudOfGujarat

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડાના માર્ગદર્શનથી ખેડૂતે સ્ટ્રોબેરીનું સફળ વાવેતર કર્યું.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા ચકચાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!