Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : સ્વચ્છતા હી સેવા અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ

Share

ગાર્બેજ ફ્રી ઇન્ડિયા એટલે કે કચરા મુક્ત ભારતના શુભ ઉદ્દેશ સાથે  ભારત સરકાર દ્વારા “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત તા.૧ ઓક્ટોમ્બર ૨૦૨૩ સવારે ૧૦ કલાકે “એક તારીખ, એક કલાક” ના સૂત્ર સાથે મહાશ્રમદાનનું આયોજન કરવામાં આવેલ છે. જેની જાણકારી અર્થે જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયેલ અગ્રવાલના અધ્યક્ષસ્થાને યોજાયેલ પત્રકાર પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લાવાસીઓને તા. ૧ ઓક્ટોબરના રોજ સવારે યોજાનાર મહાશ્રમ દાન સફાઈ અભિયાનમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો.

આ પત્રકાર પરિષદમાં વધુ વિગતો આપતાં જિલ્લા વિકાસ અધિકારીએ ઉમેર્યુ હતુ કે મહાશ્રમદાન સફાઈ કાર્યક્રમ અંતર્ગત સામાન્ય રીતે જે સ્થળે, ગામ, શહેરમાં કચરો નાખવામાં આવતો હોય તેમજ આરોગ્ય કેન્દ્ર/આંગણવાડી, શાળા વિવિધ કચેરીઓનો પ્રાંગણ અને આજુબાજુનો વિસ્તાર, પ્રવાસન સ્થળો, ગૌશાળા, બસ સ્ટેન્ડ, ધાર્મિક સ્થળ પાસેનું વિસ્તાર જેવા સ્થળે શ્રમદાન કરવાનું સઘન આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઈન્ચાર્જ નિયામક વી.સી.બોડાણાએ સ્વચ્છ ભારતના સપનાને સાકાર કરવા લોકોને આગળ આવી સ્વચ્છતાના કાર્યમાં સહભાગી બનવા અને સ્વચ્છતાનાં કાયમી આગ્રહી રહી અન્ય લોકોમાં પણ સ્વચ્છતા માટે જાગૃતિ આવે તે માટે કાર્ય કરવા અપીલ કરી હતી.  ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા તા.૧૫ સપ્ટેમ્બર ૨૦૨૩ થી તા. ૨ ઓક્ટોમ્બર ૨૦૨૩ સુધી આયોજન કરવામાં આવેલ “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમને રાજ્ય સરકાર દ્વારા તા.૧૫ ઓક્ટોમ્બર ૨૦૨૩ સુધી લંબાવવામાં આવેલ છે. આ કાર્યક્રમના સમયગાળા દરમિયાન તા. ૧ લી ઓકટોબરના રોજ (સવારે ૧૦ થી ૧૧ કલાક સુધી) ફક્ત શ્રમદાન એટલે કે સાફસફાઈની પ્રવૃત્તિ કરવાની થાય છે. ત્યારબાદ અન્ય પ્રવૃત્તિ જેવી કે સફાઈ કર્મચારીનું સન્માન, આરોગ્ય કેમ્પ, વૃક્ષારોપણ વગેરે પ્રવૃતિઓ હાથ ધરવામાં આવનાર છે. આ કાર્યક્રમ અન્વયે ભારત સરકારના પોર્ટલ https://swachhatahiseva.com પર કઈ જગ્યાએ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જેની ચોક્કસ માહિતી સામાન્ય નાગરિક પણ જાણી શકશે અને તેમાં ભાગ લઇ પોતાનો શ્રમદાનનો ફોટોગ્રાફ્સ અપલોડ કરી શકે છે.

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચ : બાળકોનાં પ્રાથમિક શિક્ષણનાં એડમિશન માટે વાલીઓ ચિંતામાં મુકાયા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના આમોદ ગામે ટેલિફોન એકસચેન્જ કચેરી પાસે આજે સવારે એક 20-22 વર્ષીય યુવક મૃત હાલતમાં મળી આવતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.

ProudOfGujarat

નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં ધરણા યોજી વિરોધ પ્રદર્શિત કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!