ધર્મગુરુ એવા રિયાઝુદ્દીન ચિસ્તી જેઓ અજમેર માં સ્થિત ખ્વાઝા ગરીબ નવાજ ના પરિવાર થી છે અને હમેશા ગરીબો ની સેવામાં તત્પર રહે છે તેમને માનવાધિકારો માટે લડત લડવા અને ગરીબો ને ન્યાય મળે.એ હેતુ થી વિશ્વ માનવધિકાર સુરક્ષા સંઘ માં ગુજરાત સચિવ તરીકે ની નિમણુંક કરવામાં આવી છે. જેને લઈ સમગ્ર હિન્દૂ-મુસ્લિમ એવા એમના હિતેચ્છુઓ માં ગર્વ ની સાથે આનંદ ની લાગણી ફેલાઇ ગઇ છે,રિયાઝુદ્દીન ચિસ્તી એ ઉમેર્યું હતું કે સાંપ્રત સમય માં આજે માનવાધિકારો નું છડે ચોક ઉલ્લંઘન થઈ રહ્યું છે અને ગરીબ અને પછાત વર્ગ પર એની માઠી અસર જોવા મળી રહી છે,તો એવામાં આ સંસ્થા ગરીબ ની સાથે તમામ વર્ગ અને ધર્મ ને જોડી ને કાર્ય કરશે અને તંત્ર અને સરકાર પાસે માનવાધિકારો બાબત ની જનતા વતી રજૂઆતો કરશે
Advertisement