ભરૂચ જિલ્લામાં દારૂ -જુગાર જેવી પ્રવૃતિઓ ઉપર અંકુશ મેળવવા માટે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ સતત વિવિધ પોલીસ મથકના કર્મીઓ દ્વારા અલગ – અલગ સ્થળો ઉપર દરોડા પાડવામાં આવી રહ્યા છે તેમજ ગુનેગારી તત્વોને જેલના સળીયા પાછળ ધકેલવામાં આવી રહ્યા છે ત્યારે પાનોલી પોલીસને સફળતા હાંસિલ થઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર પાનોલી પોલીસ મથકના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન બાતમી મળી હતી કે ખરોડ હનુમાન ફળિયામાં આયશા મસ્જિદની પાછળના ભાગે કેટલાક ઈસમો પત્તા પાના વડે હાર જીતનો જુગાર રમે છે જે બાદ પોલીસે સ્થળ ઉપર દરોડા પાડ્યા હતા.
પોલીસના દરોડામાં જુગાર રમી રહેલા (1) મહંમદ સલીમ કૂદબુદ્દીન શેખ રહે, ખરોડ ગામ, અંકલેશ્વર (2) જુબેર સુલેમાન સિદાત રહે, ખરોડ અંકલેશ્વર તેમજ (3) ફૈઝલ અબ્દુલ શાહ રહે, ખરોડ અંકલેશ્વર નાઓને ઝડપી પાડી તમામ પાસેથી કુલ 13 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.