Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે બિસ્માર માર્ગથી પરેશાન સ્થાનિકો દ્વારા ચક્કાજામ કરાયો, તંત્ર સામે પ્રજાનો જન આક્રોશ જોવા મળ્યો

Share

ભરૂચ જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓની હાલત અત્યંત બિસ્માર બની છે, ખાસ કરી ઝઘડિયા તાલુકાના માર્ગો પર મસમોટા ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર પડેલા ખાડાના કારણે લોકોમાં અકસ્માતનો પણ ભય જોવા મળતો હોય છે તો સાથે સાથે વાહનોને પણ નુકશાની થતી હોય છે અને ઈંધણનું પણ વેડફાટ જોવા મળે છે.

તંત્રમાં અનેકવાર સ્થાનિકોએ રજુઆત કરી છે, છતાં નિદ્રાધીન તંત્રની આંખ ન ખુલતી હોય લોકોનો આક્રોશ ચરમસીમા એ પહોંચ્યો હતો, આજરોજ સવારના સમયે રાજપારડીથી નેત્રંગને જોડતા માર્ગ ઉપર સ્થાનિકોએ બેસી જઈ ચક્કાજામ કર્યો હતો.

સ્થાનિકોના આક્રોશ અને ચક્કાજામના પગલે અનેક વાહનોના પૈડાં ઠંભી ગયા હતા તો બીજી તરફ ઘટના અંગેની જાન રાજપારડી પોલીસને થતા પોલીસનો કાફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો, તેમજ ચક્કાજામ કરી રહેલા લોકોને સમજાવટ બાદ માર્ગને ખુલ્લો કરવામાં આવ્યો હતો.

Advertisement

સ્થાનિકોનું જણાવવું છે કે જો વહેલી તકે તંત્ર દ્વારા આ રસ્તાઓનું રીપેરીંગ કાર્ય હાથ ધરવામાં નહીં આવે તો તેઓએ દ્વારા આગામી દિવસોમાં હજુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.


Share

Related posts

છેલ્લા 12 કલાકમાં ગુજરાતમાં કોરોનાનો એક પણ નવો કેસ નહીં : ડૉ.જયંતિ રવિ.

ProudOfGujarat

વલસાડ નગરપાલિકાના “સેવકો “મોગરાવાડીમાં નજર નાખો ગંદકીનો “નજારો “જોવા મળશે…

ProudOfGujarat

ભરૂચ : જંબુસરના ટંકારી રોડ ઉપર આવેલ સોસાયટીના અગ્રણીઓએ મીઠાના અગરમાંથી મીઠુ ઓવરલોડ ભરીને વહન કરતી ટ્રકોને રોકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!