Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં મૂકબધિર પિતાએ જ સગી દીકરી પર દુષ્કર્મ ગુજાર્યુ, પિતા સામે પોલીસ ફરીયાદ

Share

નડિયાદ તાલુકામાં પોતાના સગા પિતાએ જ પોતાની ૧3 વર્ષની પુત્રી પર દુષ્કર્મ ગુજાર્યો હતો. સાથે સાથે અન્ય સાત વ્યકિતઓએ પણ વારાફરતી સગીરા પર દુષ્કર્મ કર્યું હોવાની ઘટનાથી સામે આવી છે. આ સાત વ્યકિત સગીર વયના હોવાનું બહાર આવ્યુ છે. પોતાની માતાના મૃત્યુ બાદ અનાથ આશ્રમમાં રહેતી પુત્રીનું કાઉન્સેિલીંગ કરવામાં આવતા આ ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. જેથી જિલ્લા મહિલા બાળ કલ્યાણ અધિકારીએ નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે તેના પિતા સહિત સાત મળીને કુલ આઠ ઇસમો સામે ફરિયાદ નોંધાવી છે.

નડિયાદ તાલુકાના એક ગામમાં મૂકબધિર પુરૂષ જેની ઉંમર આશરે ૪૭ વર્ષની છે. તેની પત્નીનું અવસાન થોડા વર્ષો પહેલા
થયુ હતું. લગ્ન જીવન દરમિયાન એક દિકરી હતી, જે હાલમાં ૧3 વર્ષની છે. જે નડિયાદના એક અનાથ આશ્રમમાં લગભગ છેલ્લા દોઢ વર્ષથી રહેતી હતી. છેલ્લા પાંચ વર્ષથી સગીરાનો
પિતા પોતાની સગીર દિકરીને પોતાનો હવસનો શિકાર બનાવતો હતો. વાર તહેવારે પોતાના પિતાના ઘરે આવતી જતી ત્યારે પિતા ઘરમાં તેણીની સાથે શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચરતો હતો. વાત આટલેથી અટકતી ન હતી. તે અન્ય ૭ જેટલા લોકો જેમા મોટાભાગના સગીરો હતા. તે પણ ઘરે આવી ૧૩ વર્ષની સગીરાનો એકલતાનો લાભ લઇને આ
તમામ લોકો વારાફરતી સગીરા સાથે દુષ્કર્મ આચરતાં હતા. આ લોકો 2-2 ની ટુકડીઓમા વહેચાઇ જતા અને અને સગીરા સાથે મરજી વિરુદ્ધનુ કૃત્ય કરતા હતા. ૫ વર્ષના લાંબા સમયબાદ સગીરાનું જે અનાથ આશ્રમમાં રહેતી ત્યાં કાઉન્સેલિંગ કરાતાં સમગ્ર ઘટના પરથી પડદો ઊંચકાયો હતો. તેમજ સગીરાએ પોતાની આપવીતી આશ્રમના સંચાલકોને કહેતાની સાથે જ ખળભળાટ મચી ગયો હતો. આશ્રમના સ્ટાફ સહિત જિલ્લા બાળ સુરક્ષા એકમ પીડીત દિકરીના વ્હારે આવી આ મામલે હવસખોર મુકબધિર પિતા સામે તેમજ અન્ય ૭ સામે નડિયાદ રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચ: દેશને આઝાદી અપાવામાં સિહ ફાળો આપનાર 91 વર્ષીય ભરૂચના સ્વતંત્ર સેનાની કૃષ્ણકાંત મજબુદારનું સન્માન કરાયું

ProudOfGujarat

રાજપીપળા મહિલા પો.સ્ટે.ની હે.કો રમીલા પરમારને લાંચ કેસમાં 6 માસની કેદ,2 હજાર દંડ.

ProudOfGujarat

રાજપીપલા ખાતે ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!