Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના ઓલપાડમાં કાચા ભૂંગળામાંથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવાઈ, મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટ્યા

Share

ઓલપાડના કરમલા ગામે મધુરમ વીલાના યુવક મંડળે કાચા ભૂંગળામાંથી ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમા બનાવી પર્યાવરણને બચવવાનો સંદેશ આપ્યો છે. ભૂંગળામાંથી બનાવવામાં આવેલા શ્રીગણેશજીની મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની છે.

કહેવાય છે કે, દર વર્ષે શ્રી ગણેશ ઉત્સવ આવતો હોય છે ત્યારે તાલુકા સહિત જિલ્લાઓમાં ઘણા ઉત્સાહથી ઉજવણી કરતાં હોય છે અને દસ દિવસ સુધી ભક્તો ભગવાન ગણેશજીની આરધના કરતાં હોય છે, પરંતુ તેની સાથે-સાથે સમાજને વિવિધ સંદેશ આપતા થીમ ઉપર પર ગણેશ મંડપનું ડેકોરેશન કરી સુશોભિત વિવિધ કલાકૃતિઓથી શણગારેલ ગણેશ મંડપ જોવા મળે છે. ત્યારે ઓલપાડ તાલુકાના કરમલા ગામે મધુરમ વિલા યુવક મંડળ દ્વારા આયોજિત શ્રી ગણેશ ઉત્સવ અંતગર્ત ઇકો ફ્રેન્ડલી કાચા ભૂંગળાના ઉપયોગ કરી ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે.

Advertisement

સમગ્ર ભારતમાં ગણેશ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, ત્યારે રાજ્યનું સુરત પણ ગણેશ પર્વની અનીખી રીતે ઉજવણી કરવામાં માટે જાણીતું છે. સુરતમાં અવનવી થીમ પર શ્રીજીની પ્રતિમા મુકવામાં આવી છે. ત્યારે આમાંની જ એક ગણેશજીની પ્રતિમા એટલે સુરતના ઓલપાડ તાલુકાના કરમલા ગામે ભુંગરામાંથી બનાવવામાં આવેલા શ્રીજી, મધુરમ વીલાના યુવક મંડળ દરવર્ષ ગણેશ પર્વમાં અનેક થીમ પર ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરે છે.

ત્યારે આ યુવક મંડળ દ્વારા ગણેશોત્સવના તહેવાર નિમિતે આ વખતે અનોખી મૂર્તિની સ્થાપના કરી હોય તેમ આ વખતે કાચા ભૂંગળામાંથી બનાવેલી 3.5 ફૂટ ઊંચી ગણેશજીની મૂર્તિ કે જેમાં 3 કિલો કાચા ભૂંગળાનો ઉપયોગ કરી સ્થાપના કરવામાં આવી છે. ત્યારે આવી ઇકો ફ્રેંન્ડલી મૂર્તિથી પ્રદુષણ રોકી શકીએ, ગામને સ્વચ્છ બનાવી અને વિસર્જન સમયે નદી -તળાવને પણ પ્રદુષિત થતું અટકાવીએ અને દેશના વડાપ્રધાન જેમનું સ્વપ્ન છે કે આપણા ભારત દેશને સ્વચ્છ બનાવવાનો છે તો આપણે આ ઉત્સવ સમયે ઇકો ફ્રેન્ડલી ગણેશમુર્તિનું સ્થાપન કરીશું તો જરૂર પ્રદૂષણ અટકશે અને આપણે પર્યાવરણને પણ બચાવીશું. તેવો મેસેજ લોકોને આપ્યો હતો.


Share

Related posts

જંબુસર તાલુકાના વડ ગામે ડો. બાબા સાહેબ આંબેડકર પ્રતિમા અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો.

ProudOfGujarat

વૈશ્વિક વીમા બ્રોકિંગ કંપની ગૅલેઘર વૃદ્ધિની યોજનાના ભાગરૂપે મુંબઈની મુખ્ય ઓફિસમાં રોકાણ કર્યું.

ProudOfGujarat

તાપી જીલ્લામાં ઠેર-ઠેર બિસ્માર રસ્તા …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!