નડિયાદ કમળા ચોકડી પાસે પોલીસના માણસો પેટ્રોલિંગમાં હતાં ત્યારે એક નંબર પ્લેટ વગરની બંધ બોડીની માલવાહક ટેમ્પોને પોલીસે શંકાના આધારે ઉભો રાખ્યો અને ચાલકની પુછપરછ કરતા ચાલકે પોતાનું નામ ઘનશ્યામ ઉર્ફે ઘનીયો ચંદુભાઈ ઝાલા (રહે.ભાઈલાલભાઈની ચાલી, મીલ રોડ, નડિયાદ) હોવાનું જણાવ્યું હતું. ટેમ્પોમા તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની બોટલો કિંમત રૂપિયા ૨ લાખ ૨૦ હજાર ૭૦૦ નો મળી આવ્યો હતો. તો ઘનશ્યામ ઉર્ફે ઘનીયા પાસેથી મોબાઇલ ફોન અને આ વાહન મળી કુલ રૂપિયા 4 લાખ ૨૫ હજાર ૭૦૦ નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો.
પોલીસે ડ્રાઇવર વધુ પુછપરછ કરતા પોતાના શેઠ સહિત ૨૦ લોકોના નામ પોલીસને આપ્યા છે. પોલીસ સમક્ષ કબુલ્યું હતું કે આજે રાત્રે તેના શેઠ સોહેબ ઉર્ફે બાપુ સૈયદ તેમની ઓલ્ટો ગાડી લઈ કમળા ચોકડીથી એક સિલ્વર કલરની ફોર્ચ્યુન ગાડીમાં રાજસ્થાનથી લાવેલ અને આ ઉપરોક્ત માલવાહક ટેમ્પોમા કમળા ગામના આશિકસિંહ સોલંકી નામના વ્યક્તિને કમળા ગામની સામે આવેલ તળાવ પાસેથી ભરી આપ્યો હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું છે. આ માલવાહક ટેમ્પોનુ પાયલોટીગ તેના શેઠ સોહેબ ઉર્ફે બાપુ સૈયદ કરતા હોવાની વિગતો આપી છે. આ ઉપરાંત આ વિદેશી દારૂનો જથ્થો બુટલેગર મુન્નાભાઈ પઠાણ, ભરત રાવલ, વિષ્ણુભાઈ તળપદા, વાસુભાઇ ઉર્ફે જાડિયો, વિજયભાઈ તળપદા, નિમેશ ઠાકોર, સંજુભાઈ દરબાર, રાહુલ તળપદા, કલ્પેશ ઉર્ફે કાણીયો તળપદા, નાનકો તળપદા, નડિયાદ પશ્ચિમના બુટલેગર હસમુખ મેકવાન, સુનિલ સિંધી, અજય તળપદા, હર્ષદ તળપદા, ધર્મેશ ઉર્ફે કાળુ તળપદા તેમજ ડભાણ ગામના બબલી સોલંકી અને આકાશ ઉર્ફે દિનેશભાઈ ભોઈને આ માલવાહક ટેમ્પો મારફતે વિદેશી દારૂનો જથ્થો પહોંચાડવાનો હોવાનું જણાવ્યું હતું. આથી પોલીસે આ તમામ મળી કુલ ૧૯ વ્યક્તિઓ સામે નામજોગ ફરિયાદ અને કારના માલિક મળી કુલ ૨૦ વ્યક્તિઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નરેશ ગનવાણી : નડિયાદ