Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા નદીમાં આવેલ પૂર બાદ સરકાર દ્વારા ખેડૂતો માટે જાહેર કરવામાં આવેલ સહાય મામલે ભરૂચ જિલ્લા ખેડૂતોમાં રોષ, સહાય અપૂરતી હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

Share

તાજેતરમાં જ નર્મદા નદીમાં આવેલ પૂર બાદ ભરૂચ જિલ્લામાં ભારે તારાજીનું નિર્માણ થયું હતું, પૂરના પાણી ઠેર ઠેર પ્રવેશી જતા અનેક ખેડૂતોને માથે હાથ દેવાનો વારો આવ્યો હતો, ખાસ કરી નર્મદાથી ભરૂચ જિલ્લાના નદી કાંઠા વિસ્તારમાં શેરડી અને કેળ જેવા પાકનું ઉત્પાદન કરતા ખેડૂતોને મોટું નુકશાન થયું હતું.

ખેડૂતોના ઉભા પાક નષ્ટ થઈ જતા સરકાર અને સરદાર સરોવર ડેમ સંચાલકોની કામગીરી સામે ખેડૂતોએ સવાલ ઉભા કર્યા હતા, જે બાદ સરકાર દ્વારા ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કર્યું હતું, પરંતુ સરકાર દ્વારા આપવામાં આવેલ સહાય પેકેજનો ખડૂતોએ વિરોધ કર્યો હતો અને આ સહાય ખેડૂતોના નુકશાની સામે અપૂરતી હોવાનું જણાવી આજરોજ ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી.

Advertisement

Share

Related posts

રાજનીતિમાં કોઈ કોઈનો દુશ્મન નથી હોતો એ આ કિસ્સા પરથી સાબિત થાય છે.વાંચો એહવાલ…

ProudOfGujarat

સુરત : લગ્ન પ્રસંગમાં નાચવા બાબતે થયેલા ઝઘડામાં બે ભાઈ પર હુમલો, એકનું મોત

ProudOfGujarat

ભરૂચમાં વધતા સાયબર ક્રાઇમના ગુનાહો અટકાવવા માટે જિલ્લા પોલીસ અધિક્ષકે યોજી પત્રકાર પરિષદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!