Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજ્યની આ 5 નગરપાલિકાઓને મળશે મોડલ ફાયર સ્ટેશનની સુવિધા, મુખ્યમંત્રીએ આપી સૈદ્ધાંતિક મંજૂરી

Share

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની પાંચ નગરપાલિકાઓ નવસારી, બારડોલી, રાજપીપળા લુણાવાડા અને ધોળકામાં નવા મોડલ ફાયર સ્ટેશનના નિર્માણ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ નગરપાલિકાઓમાં હવે જિલ્લાકક્ષાના મોડલ ફાયર સ્ટેશન સમગ્રતયા રૂ.36.12 કરોડના અંદાજિત ખર્ચે નિર્માણ થશે.

રાજ્યના શહેરી વિકાસ વિભાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ પાંચ નગરપાલિકાઓની સામાન્ય સભામાં થયેલા ઠરાવના અનુસંધાને મોડલ ફાયર સ્ટેશન બનાવવાની દરખાસ્તો રજૂ કરી હતી. આ દરખાસ્તોમાં જણાવવામાં આવ્યું હતું કે, નવસારીમાં 5 હજાર ચોરસ મીટર જમીન પર 7.45 કરોડ, નર્મદા જિલ્લાની રાજપીપળા નગરપાલિકામાં 5500 ચો.મી. વિસ્તારમાં 7.38 કરોડ રૂપિયાના ખર્ચે, લુણાવાડા નગરપાલિકા વિસ્તારમાં 5 હજાર ચો.મી.માં 7.15 કરોડના ખર્ચે, તેમજ બારડોલી નગરમાં 6 હજાર ચો.મી. વિસ્તારમાં 7.72 કરોડ રૂપિયાના ખર્ચે અને ધોળકામાં 6 હજાર ચો.મી.માં 6.52 કરોડના ખર્ચે આ નવા મોડેલ ફાયર સ્ટેશન નિર્માણ કરવાના થાય છે.

Advertisement

ફાયર પ્રોટેક્શન સિસ્ટમ, અંડરગ્રાઉન્ડ વોટર ટેંક સહિત અદ્યતન સુવિધા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આ નગરોમાં વધતા જતા ઔદ્યોગિક, સામાજિક અને આર્થિક વિકાસને ધ્યાનમાં લઈને આ બધી જ દરખાસ્તોને સૈદ્ધાંતિક અનુમોદન આપ્યું છે. આ નગરપાલિકાઓમાં મોડલ ફાયર સ્ટેશન અંતર્ગત ફાયર પ્રોટેક્શન સિસ્ટમ, અંડરગ્રાઉન્ડ વોટર ટેંક, એલિવેટેડ સ્ટોરેજ રિઝવર્યસ, ફાયર સ્ટેશનના કર્મચારીઓ માટે આવાસ તથા અદ્યતન સુવિધા સભર ફાયર સ્ટેશન બિલ્ડિંગના કામો હાથ ધરાશે.


Share

Related posts

હિંમતનગરના વડાલીમાં કોમી તોફાનો બે જૂથ વચ્ચે ધિંગાણું, પોલીસ પર પથ્થરમારો, 5 ઘાયલ

ProudOfGujarat

વનરાજ કોલેજ ધરમપુરમાં ડૉ.પી.સી.મલેક તથા ગ્રંથપાલ સનત ભટ્ટ નો વિદાય સન્માન સમારંભ યોજાયો

ProudOfGujarat

નડિયાદ : મહારાજના મુવાડા ચેક પોસ્ટથી પિસ્તોલ સાથે મુસાફર ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!