ભરૂચ જિલ્લા આહિર સમાજની બહેનોની પ્રથમ બેઠક ભરૂચના કસક જલારામ હોલ ખાતે યોજાઇ હતી જેમાં સમાજમાં બહેનોમાં જાગૃતતા કેવી રીતે આવે સમાજ ને બહેનો કેવી રીતે ઉપયોગી બને તથા સમાજમાં બહેનોએ ગૃહ ઉદ્યોગ કે અને કોઈ પણ પ્રવૃત્તિમાં તે કેવી રીતે આગળ વધે અને વિશેષ સમાજમાં ચાલતા કુરિવાજો કેવી રીતે દૂર કરવામાં આવે આવી તમામ બાબતોની ચર્ચાઓ કરવામાં આવી હતી.
હાલ નર્મદા નદીમાં જે પુર આવવાથી પુરગ્રસ્ત અસગ્રસ્ત લોકોને કેવી રીતે મદદ થાય અને શું શું કરી શકાય આ બાબતે એક વિસ્તૃત બેઠક કરવામાં આવી હતી આ બેઠકમાં નીરૂબેન આહીર દ્વારા ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી અને શહેરી વિસ્તારમાંથી પધારી બહેનોને આજના આ કોમ્પ્યુટર જમાનામાં બહેનોએ તેઓના પરિવારને કેવી રીતે મદદરૂપ થવાય અત્યારના સમયમાં પરિવારમાં થી બધા જ લોકો કમાઈ કે વ્યવસાય કરે તો જ તેઓનો પરિવાર સારી રીતે ચલવી શકે ત્યારે બહેનો દ્વારા પણ તેઓના પરિવારને આર્થિક સામાજિક રીતે મદદરૂપ થાય અને તેઓના પરિવારના સંતાનોને શિક્ષણ પ્રત્યે ખૂબ જ આગળ વધાવે તેવી વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં બહેનો જોડાયા હતા.
ભરૂચ કસક જલારામ હોલ ખાતે ભરૂચ જિલ્લા આહિર સમાજની બહેનોની બેઠક યોજાઈ
Advertisement