Proud of Gujarat
FeaturedGujaratINDIA

એફઆઈએએ પૂર્વ ગુજરાતમાં તેના બિઝનેસ કોરસપોન્ડન્ટ એજન્ટ નેટવર્કને મજબૂત બનાવ્યું

Share

ભારતની અગ્રણી સોશિયલ ઇમ્પેક્ટ ફિનટેક એફઆઈએ ગ્લોબલે બેંકિંગ પ્રોડક્ટ્સ અને સર્વિસીઝની ડિલિવરી દ્વારા ઉદ્યોગસાહસિકતા અને નાણાંકીય સ્થિતિને પ્રોત્સાહન આપવા માટે સ્થાનિક સમુદાયોને સશક્ત કરવા માટે 1,500 બીસી/ બેંકિંગ એજન્ટો સાથે હાથ મિલાવ્યા છે.

2012 માં સ્થપાયેલ એક સોશિયલ ઇમ્પેક્ટ ફિનટેક એવી એફઆઈએ ગ્લોબલે સમગ્ર ભારતમાં વંચિત સમુદાયોને બેંકિંગ સર્વિસીઝની ટેકનોલોજી-સક્ષમ લાસ્ટ માઇલ ડિલિવરી પ્રદાન કરે છે. બેંક ખાતા ખોલવાથી માંડીને ઉપાડ, લોન દ્વારા ક્રેડિટ મેળવવી, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, સોશિયલ સિક્યોરિટી સ્કીમ્સમાં રોકાણ અને માઈગ્રન્ટ રેમિટન્સ સુધીની સુવિધા માટે એફઆઈએના એજન્ટો સુવિધાઓથી વંચિત લોકો માટે બીજી અનેક સેવાઓ પૂરી પાડવામાં મદદ કરે છે.

Advertisement

એફઆઈએ ગ્લોબલના એઆઈ-સંચાલિત ડિજિટલ સોલ્યુશન્સ નાણાંકીય સાક્ષરતા, આઉટરીચ અને બેંકિંગ પ્રોડક્ટ્સ તથા સર્વિસીઝના વિતરણના અવરોધોને દૂર કરે છે જે ફિઝિકલ બ્રીક-એન્ડ-મોર્ટાર બ્રાન્ચ તથા તેના ગ્રાહકો વચ્ચેના અંતરને દૂર કરે છે.

પૂર્વ ગુજરાતમાં જેમ કે સુરત, વડોદરા, જૂનાગઢ અને રાજકોટમાં, એફઆઈએ ગ્લોબલે ગ્રામીણ સમુદાયોમાં બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ તરીકે લગભગ 1,500 લોકોને રોજગારી પૂરી પાડી છે, જેઓ તેમના સમુદાયોને આર્થિક સ્થિરતા અને સલામતી ઊભી કરીને કરિયાણા સ્ટોર્સની સ્થાપના કરવામાં મદદ કરી શક્યા છે.

આ એજન્ટો આ જિલ્લાઓમાંથી આવેલા હોવાથી, પરિચિતતાની ભાવનાથી તેઓ વિશ્વાસ અને વિશ્વસનીયતા ઊભા કરી શકે છે, નાણાંકીય જાગૃતિને મજબૂત બનાવે છે, યોગ્ય ઉકેલો અને સહાય પૂરી પાડે છે તથા તેમને રેમિટન્સ, યુટિલિટી બિલ પેમેન્ટ તથા અન્ય વ્યવહારો સહિત તમામ બેંકિંગ સંબંધિત વ્યવહારો માટે જાણકાર નાણાંકીય સલાહકાર બનાવે છે.

નાણાંકીય સમાવેશને દરેક ઘર સુધી પહોંચાડવાના તેના મિશનને પરિપૂર્ણ કરવા માટે, એફઆઈએ ગ્લોબલ આજીવિકાની તકોનું સર્જન કરી રહી છે અને નાણાંકીય સેવાઓ પૂરી પાડવા સાથે મોટા ગ્રામીણ સમુદાયોને અસર કરી રહ્યું છે, જે એકંદરે નાણાંકીય સુખાકારી તરફ દોરી જાય છે.

સુચિત્રા આયરે


Share

Related posts

ભરૂચ-નબીપુર પાસે પરવાના હોટલના સંકુલમાંથી રૂાપિયા 20 લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ

ProudOfGujarat

ભરૂચનાં શેરપુરામાં બે લકઝરી બસ સળગાવી, તોડફોડ અને લૂંટ મામલે AIMIM પ્રમુખ સહિત 8 ની ધરપકડ.

ProudOfGujarat

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ નાની નરોલી ખાતે વિદ્યાર્થીઓની ચૂંટણી યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!