Proud of Gujarat
Uncategorized

નડિયાદ ઉત્તરસંડા રોડ પર અકસ્માત સર્જાતા બાઇક સવારનું મોત નિપજ્યું

Share

નડિયાદમાં ખાડાના કારણે અકસ્માત સર્જાતા એક બાઈક ચાલક રોડના ખાડામાં પડતા બેલેન્સ ગુમાવતા પડી ગયા હતાં અને પાછળથી આવેલી ગાડીએ ટક્કર મારી હતી. ઉત્તરસંડા રોડ પર બનેલા આ બનાવ મામલે નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

નડિયાદ તાલુકાના ચકલાસી પાંચ ઘરા વિસ્તારમાં રહેતા  વિજયભાઈ મગનભાઈ વાઘેલા બાઇક લઈને બુધવારના સાંજે નડિયાદ  ઉત્તરસંડા રોડ  નેક્સેસ પાસે પાછળથી આવતી ટાટા એલપીટી ના ચાલકે  પાછળથી ટક્કર મારી હતી.  જેથી  મોટરસાયકલ  ડીવાઈડર સાથે પટકાયો હતો.

Advertisement

મોટરસાયકલ ચાલક વિજયભાઈ વાઘેલાને શરીરે  ઈજાઓ પહોંચતાં તેઓને ૧૦૮ માં નડિયાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યા  વિજયભાઈનુ કરુણ મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે તેમના સંબંધી હરીશભાઈ રમણભાઈ વાઘેલાએ ઉપરોક્ત વાહન ચાલક સામે નડિયાદ ટાઉન પોલીસ ફરિયાદ નોંધાવી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ બાઈક ચાલક રોડના ખાડામાં પડતા બેલેન્સ ગુમાવતા પાછળથી આવેલી  ગાડીએ ટક્કર મારી હોવાનું જણાવ્યું છે.

નરેશ ગનવાણી: નડીયાદ


Share

Related posts

ભડકોદ્રા રોડ પરથી દારૂ ભરેલ રીક્ષા ઝડપાઈ

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના ગોધરા સહિત કાલોલ તાલુકાના નાની શામળદેવી ગામે કેન્ડલ માર્ચ રેલી યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

ProudOfGujarat

Phu Quoc, Mui Ne Among Asia’s Most Idyllic Beaches

admin

Leave a Comment

error: Content is protected !!