ઠાસરા તાલુકાના મિત્રએ કારને આણંદ મેટ્રોમાં ભાડે મુકવાનું કહી તારાપુરના બે વ્યક્તિઓને કાર આપી દીધી હતી. આત્યારબા તારાપુરના આ બે વેક્તિઓએ ચોટીલાના વ્યક્તિને કાર આપી દીધી કારના મુળ માલીકે પોતાની કારને પાછી મેળવવા માટે ડાકોર પોલીસમાં ૪ સામે ફરિયાદ નોંધાવી છે.
ઠાસરા તાલુકાના ભદ્રાસા વાંટા વિસ્તારમાં રહેતા મહાવીરસિંહ કેસરીસિંહ રાઉલજી જે ડ્રાઇવિંગનો ધંધો કરે છે. વર્ષ ૨૦૧૯ માં તેઓએ સેકન્ડ હેન્ડ ગાડી ખરીદી હતી. તો પોતાનો ડ્રાઇવિંગનો ધંધો હોવાથી અને વર્દીમાં અવારનવાર તેઓ અમદાવાદ એરપોર્ટ પર જતા હતા. આ દરમિયાન તેમની મિત્રતા ઉમરેઠ તાલુકાના ત્રણોલ ગામના જાવેદહુસેન ઈશાકમંહમદ મલેક સાથે થઈ હતી. અને જાવેદહુસેને મહાવીરસિંહભાઈને પણ વર્ધીઓ આપતા હતા. આથી બંને વચ્ચે ગાઢ મિત્રતાનો સંબંધ બંધાયો હતો. વર્ષ ૨૦૨૩માં માર્ચમાં જાવેદહુસેને મહાવિરસિહભાઈને કહ્યું હતું કે તારે આ પોતાની અર્ટીકા ગાડી જે છે તેને ભાડે આણંદ મેટ્રોમાં મુકવી હોય તો બચત પેટે રૂપિયા ૪૫ હજાર માસિક મળશે. તેથી આ મહાવિરસિહ એ પોતાની અર્ટીકા કાર આ જાવેદહુસેન ઈશાકમંહમદ મલેકને વિશ્વાસમાં રાખી કાર આપી દીધી. માર્ચમાં જાવેદહુસેન મહાવિરસિહ પાસેથી કાર લઈ ગયા હતા. અને કંપનીના કરાર કરી આપવા કહ્યું હતું. જે બાદ મહિનો પુરો થતાં મહાવીરસિંહે પોતાના બચતના નાણાં માટે જાવેદહુસેનને ફોન કરી જાણ કરી હતી આ સમયે જાવેદહુસેને કહ્યું કે ૨-૩ દિવસમાં થઈ જશે તેમ કહ્યું હતું.
ત્યારબાદ મહાવિરસિહે જાવેદહુસેનને ફોન કરતા તેઓનો મોબાઈલ બંધ આવતા ત્રણોલ મુકામે જઈને તપાસ કરી હતી. જોકે જાવેદહુસેન ઘરે હાજર નહોતા પરંતુ તેઓએ ઉપરોક્ત મહાવિરસિહની કાર તારાપુર ગામના કિરીટભાઇ રઘુભાઇ ભરવાડને આપી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી મહાવીરસિંહભાઈએ તારાપુર મુકામે જઈને કિરીટભાઈ પાસે ગાડી બાબતે પૂછતા તેઓ જણાવેલ કે આ અર્ટીકા ગાડી જાવીદહુસેન પાસેથી રાખેલ છે અને તે ગાડી મેં તારાપુર ગામના મારા મિત્ર ઘનશ્યામભાઈ ઝાલાઓને આપી છે તે પછી આ ઘનશ્યામભાઈ ઝાલાને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આ ગાડી મેં સુરેન્દ્રનગર જિલ્લાના સુદામણા સાયલા ચોટીલા મુકામે રહેતા હરદીપભાઈ ઝાલાને આપેલ છે. તેવી હકીકત જણાવી હતી જેથી આ સમગ્ર બાબતે મહાવીરસિંહભાઈએ ઉપરોક્ત ચારેય લોકો સામે ડાકોર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
નરેશ ગનવાણી: નડિયાદ