Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભારત અને યુ.કે.ના સંબંધો અંતર્ગત ગુજરાત આવેલ યુ.કે. ડેલીગેશને મંત્રી ઋષિકેશ પટેલની મુલાકાત કરી

Share

ઉચ્ચ શિક્ષણમાં સંશોધન અને નવીનીકરણ સંદર્ભે ભારત અને યુ.કે.ના સંબંધોને મજબૂત કરતી હાયર એજ્યુકેશન કોન્ફરન્સ અંતર્ગત ગુજરાત આવેલ યુ.કે. ડેલીગેશને મંત્રી ઋષિકેશ પટેલની ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત કરી હતી.

ડેલીગેશનમાં યુ.કે.ની વિવિધ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલર દ્વારા મંત્રી સમક્ષ શિક્ષણને લગતા વિવિધ સુચનો, નવી ટેકનોલોજી સાથે જોઇન્ટ વેન્ચરના સ્કોપ, યુ.કે.માં અભ્યાસની તકો સંદર્ભે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. મંત્રી ઋષિકેશ પટેલે સૌ ડેલીગેશનને આવકાર્યા હતા. તેઓએ ગુજરાતમાં સંશોધન અને નવોન્મેષની તકો , SSIP અને સ્ટાર્ટ અપ સંદર્ભે ગુજરાતમાં કરવામાં આવી રહેલી કામગીરીથી ડેલીગેશનને માહિતગાર કર્યા હતા. આ કોન્ફરન્સમાં વિવિધ વિષય પર થયેલ ચર્ચા ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રને નવા આયામો સિધ્ધ કરવામાં મદદરૂપ બનશે તેમજ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાને રાખીને શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવી રહેલા સુધારાઓના રોડમેપ બનાવવામાં પણ કારગર નિવડશે તેમ મંત્રીએ જણાવ્યું હતુ.

Advertisement

ભારત-યુ.કે.ના સંબંધો રાજ્યની ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થાની કેપેસિટી બિલ્ડીંગમાં મહત્વપૂર્ણ બની રહેશે તેમ મંત્રીએ ઉમેર્યુ હતુ. બ્રિટીશ કાઉન્સિલના ડાયરેક્ટર એલીશન બેરેટ દ્વારા ગુજરાતની ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થાને બિરદાવવામાં આવી હતી. તાજેતરમાં જ ગુજરાત વિધાનસભામાંથી પસાર થયેલ ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટ માટે તેઓએ મંત્રીને શુભેચ્છા પાઠવી હતી. આ એક્ટની કેટલીક જોગવાઇ સંદર્ભે આ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે યુ.કે.માં અભ્યાસ કરવાની તકો ઉજ્જવળ થશે તેમ પણ તેમણે કહ્યું હતુ.

NEPની વિવિધ જોગવાઈઓ દ્વારા ગુજરાતને આંતરરાષ્ટ્રીય ફલક પર અંકિત કરવા, ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટની અમલવારીથી આપણી યુનિવર્સિટીઓને વિશ્વ સ્તરીય બનાવવા, SSIP દ્વારા NIRF અને ICCR ક્ષેત્રે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને સુદ્રઢ બનાવવાની સમુહ ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી. આ બેઠકમાં ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ વિભાગના મુખ્ય સચિવ મુકેશ કુમાર, કમીશ્નર સર્વ બંછા નીધી પાની અને પરિમલ પંડ્યા, ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર રાજુલ ગજ્જર, ડૉ. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અમી ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

નેત્રંગ તાલુકા ભાજપનો આંતરિક ઝઘડો સામે આવ્યો, કાર્યકર્તા બોલ્યા આવું જ રહેશે તો કઈ રીતે ઝઘડિયા વિધાનસભા આપણે જીતીશુ..!!

ProudOfGujarat

ભરૂચમાં વિકાસથી વંચિત રતન તળાવની સાફ-સફાઈની માંગ કરતાં કોંગ્રેસી આગેવાનો.

ProudOfGujarat

લાંચના કેસમાં બે આરોપીને ચાર વર્ષની સજા ફટકારતી નડિયાદની અદાલત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!