રાજકોટ જિલ્લા કક્ષાની વર્ષ ૨૦૨૩-૨૪ ની નવરાત્રિ રાસ ગરબા સ્પર્ધા યોજાનાર છે, જેમાં ગરબા સ્પર્ધમાં રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ૧૪ થી ૩૫ વર્ષના તેમજ રાસ સ્પર્ધામાં ૧૪ થી ૪૦ વર્ષના કલાકારો ભાગ લઈ શકશે. ગુજરાત સરકારના રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્રારા આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રાજકોટ આ સ્પર્ધામાં પ્રાચીન ગરબા, અર્વાચીન ગરબા તેમજ રાસમાં પ્રથમ ક્રમે વિજેતા થયેલ કલાવૃંદે રાજયકક્ષાએ ભાગ લેવા જવાનું રહેશે.
આ નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા રાજકોટ શહેર અને ગ્રામ્યનાં સ્પર્ધકોએ નિયત નમુનાનાં અરજીપત્રકમાં પોતાની સંપૂર્ણ વિગત ભરી આધારકાર્ડ/જન્મતારીખનાં પ્રમાણપત્રની નકલ સાથે રાજકોટ શહેરનાં સ્પર્ધકોએ “પ્રતિ, જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રાજકોટ શહેર, ૭/૨,બહુમાળી ભવન, રેસકોર્ષ રોડ,રાજકોટ” તેમજ રાજકોટ ગ્રામ્યનાં સ્પર્ધકોએ “પ્રતિ, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રાજકોટ ગ્રામ્ય, ૫/૫ બહુમાળી ભવન, રેસકોર્ષ રોડ, રાજકોટ” ખાતે તા.૨૭/૦૯/૨૦૨૩નાં રોજ બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધીમાં રૂબરૂ/ટપાલથી મોકલી આપવાનું રહેશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેશ દિહોરાની યાદીમાં જણાવાયું છે.