ભરૂચ દૂધધારા દેરી દ્વારા કુદરતી આપત્તિ કે હોનારતો હોય ત્યારે ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર સાથે સંકલન કરી દૂધધારા ડેરી રાહત અને બચાવ કાર્યમાં હંમેશા આગે કુછ રહી છે એ પછી પૂર હોય કે કોવિડ જેવી મહામારી હોય આવી પરિસ્થિતિમાં હંમેશા દૂધધારા ડેરી લોકોને મદદરૂપ થઈ છે ત્યારે હાલ નર્મદા નદીમાં આવેલા પૂરમાં અસરગ્રસ્ત લોકોને દૂધના પાઉચ સહિત અન્ય સામગ્રીની પણ વિતરણ કરી રહ્યા છે ત્યારે આજરોજ તવરા ગામે પશુઓ માટે પશુ દાણનું દૂધધારા ડેરી દ્વારા વ્યવસ્થા કરાઈ.
સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડતા ભરૂચ અંકલેશ્વર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પૂરનું સામ્રાજ્ય સર્જાયું હતું અનેક પરિવારો બેહાલ બની ગયા છે અનેક લોકો ધંધા રોજગાર વિનાના બની ગયા છે ત્યારે ભરૂચ તાલુકાના તવરા બેટ ઉપર પશુપાલન કરતાં પશુપાલકોને પણ ખૂબ જ મોટું નુકસાન થયું છે. પશુપાલકોના અનેક પશુઓ પુરમાં તણાયા ત્યારે અનેક પશુઓ મૃત્યુ પામ્યા છે અને હાલ જે પશુઓ બચી ગયા છે તે પશુઓ માટે પશુ ચારાની ઉણપ ઊભી થઈ છે.
ત્યારે આજરોજ ભરૂચ દૂધધારા ડેરીના ડિરેક્ટર સાગરભાઇ ઘનશ્યામભાઈ પટેલ દ્વારા દૂધધારા ડેરીમાંથી તવરા ગામના પશુપાલકોને પશુ દાણ આપવામાં આવ્યું હતું જેમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના એમડી અજયસિંહ અરુણસિંહ રાણા, ભરૂચ દૂધધારા ડેરીના ડિરેક્ટર સાગરભાઇ ઘનશ્યામભાઈ પટેલ સહિત દૂધધારા ડેરીના કર્મચારીઓની ઉપસ્થિતિમાં આજે તવરા ગામના પશુપાલકોને પશુદાણનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં તવરા ગામના અસરગ્રસ્ત પશુપાલકોએ જેનો લાભ લીધો હતો.