Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજ્યના મુખ્ય ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૯૩.૪૪ ટકા જળસંગ્રહ : સરદાર સરોવર પરિયોજનામાં ૯૯.૭૩ ટકા જળસંગ્રહ

Share

રાજ્યમાં વરસી રહેલા વરસાદને કારણે રાજ્યના મહત્વની ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૯૩.૪૪ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૩,૩૩,૧૭૦ એમ.સી.એફ.ટી. જળસંગ્રહ છે જે કુલ જળસંગ્રહ શક્તિના ૯૯.૭૩ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

સ્ટેટ ફ્લડ કન્ટ્રોલ સેલ, ગાંધીનગરના અહેવાલમાં જણાવ્યાનુસાર તા. ૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૩ની સ્થિતિએ રાજ્યભરમાં ૫૪ જળાશયો એવા છે કે જેમાં ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. ૯૦ જળાશયોમાં (સરદાર સરોવર સહિત) ૭૦ ટકાથી ૧૦૦ ટકા જળસંગ્રહ, ૨૯ જળાશયોમાં ૫૦ ટકાથી ૭૦ ટકા જળસંગ્રહ, ૨૩ જળાશયોમાં ૨૫ ટકાથી ૫૦ ટકા જળસંગ્રહ, ૧૦ જળાશયોમાં ૨૫ ટકા કરતાં ઓછો જળસંગ્રહ થયો છે. જેમાં ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયો, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયો, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયો, કચ્છના ૨૦ જળાશયો તથા સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોનો સમાવેશ થાય છે.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં થઈ રહેલા વરસાદના પરિણામે ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયેલા ૫૩ જળાશયો તથા ૯૦ ટકાથી ૧૦૦ ટકા જળસંગ્રહ થયેલા ૫૧ જળાશયો મળી કુલ ૧૦૪ જળાશયો હાઈ એલર્ટ પર છે. જયારે ૮૦ ટકાથી ૯૦ ટકા જળસંગ્રહ ધરાવતા ૨૨ જળાશયો એલર્ટ પર અને ૭૦ ટકાથી ૮૦ ટકા જળસંગ્રહ ધરાવતા ૧૭ જળાશયોને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.


Share

Related posts

વડોદરા: કોરોના મટ્યા બાદ માથાના દુખાવા અને ખંજવાળથી કંટાળીને મહિલાએ આપઘાત કર્યો

ProudOfGujarat

નવસારી : ધરમપુરી અને ઉનાઈના મકાનોમાં ગેરકાયદેસર રાખેલા એક્સપ્લોઝીવના જથ્થા સાથે બેની ધરપકડ, બે વોન્ટેડ

ProudOfGujarat

ભરૂચ : પેટ્રોલીંગ દરમ્યાન ટેમ્પામાં શંકાસ્પદ સામાન સાથે ત્રણ ઇસમોને પકડી પાડતી હાંસોટ પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!