Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખની કારને નડ્યો અકસ્માત, ડમ્પર અને કાર વચ્ચે અકસ્માતમાં પ્રમુખનો થયો આબાદ બચાવ

Share

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ સવારના સમયે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલ સિંહ રણા ભરૂચ -વડોદરા હાઇવે ઉપરથી પોતાની કાર લઈ પસાર થઈ રહ્યા હતા દરમ્યાન સેગવા ગામ પાસે તેઓને અકસ્માત નડ્યો હતો.

સેગવા ગામ પાસે હાઇવે ઉપર આવેલ તુલસી હોટલ પાસે ડમ્પર અને કાર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં કારમાં સવાર ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરીમલ સિંહ રણાનો આબાદ બચાવ થયો હતો, ઘટના બાદ સ્થળ ઉપર લોક ટોળા સાથે સાથે કોંગ્રેસના કાર્યકરો પણ દોડી ગયા હતા.

Advertisement

અકસ્માતની ઘટનામાં કોંગ્રેસ પ્રમુખની કારનો ખુરદો બોલી ગયો હતો, ઘટના અંગેની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસે સ્થળ ઉપર દોડી જઈ અકસ્માત મામલે વધુ તપાસ હાથધરી હતી.


Share

Related posts

મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે તેનું પ્રથમ કોમોડિટી ઈટીએફ, ગોલ્ડ ઈટીએપ લોન્ચ કર્યું

ProudOfGujarat

પાલનપુરમાં નિર્માણાધિન ઓવરબ્રિજનું ગર્ડર તૂટ્યુ, બ્રિજના સ્લેબ નીચે રિક્ષા અને ટ્રેક્ટર દટાયાં

ProudOfGujarat

ભરૂચ : લિંક રોડ પર મોડી રાત્રીનાં સમયે કારમાં આગ લાગતાં ભયનો માહોલ સર્જાયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!