સુરેન્દ્રનગરનો ધોળી ધજા ડેમ 91.25 ટકા ભરાઈ ગયો છે. ધોળી ધજા ડેમમાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રાખવામાં આવ્યા છે. કેમ કે, ડેમની સપાટી વધી રહી છે. સુરેન્દ્રનગરનો ધોળી ધજા ડેમ 91.25 ટકા ભરાઈ ગયો છે. જેથી સાવધાની રાખવા તાકીદ કરવામાં આવી છે.
ગુજરાતમાં શુક્રવારથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ઉપરવાસમાંથી પણ પાણી આવી રહ્યું છે. જેથી પાણી ભરાતા ડેમો, જળાશયો અને નદીઓમાં નવા નીરની આવક થઈ રહી છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોને જળની સપાટી વધતા એલર્ટ કરવામાં આવી રહ્યા છે.
ધોળીધજા ડેમના સેક્શન ઓફિસરના ચેતવણી સંદેશા મુજબ ઉપરવાસમાં વરસાદ હોવાથી સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ ધોળી ધજા ડેમ ૯૧.૨૫ % ભરાઈ ગયો છે. આથી ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થવાની શક્યતા હોઈ ડેમની નીચાણવાળા વિસ્તારમાં આવતા સુરેન્દ્રનગર શહેર, રતનપર, જોરાવરનગર, વઢવાણ તાલુકાના ખમીસણા, વઢવાણ, મેમકા, સાંકળી, ભડીયાદ, નાના કેરાળા અને લીંબડી તાલુકાના શિયાણી, નટવરગઢ, દોલતપર, રામરાજપર, જાંબુ, પરનાળા સહિતના ગામના લોકોને ભોગાવો નદીના પટમાં અવરજવર નહિ કરવા તથા માલ મિલકત સલામત સ્થળે ખસેડી લેવા માટે તાકીદ કરવામાં આવી છે.