માંગરોળ તાલુકાના આંકડોદ ગામમાં પશુ ચરાવવા ગયેલા બે બાળ મિત્રો પર દીપડાએ હુમલો કરતા એકનું મોત નીપજ્યું હતું.બાળકો પશુ ચરાવવા ગયા હતા ત્યારે જ બે પૈકી એક બાળક પર હુમલો કરી દીપડા એ બાળકને ગળાના ભાગેથી પકડી મોતને ઘાટ ઉતારી દીધો હતો. દીપડાનો શિકાર બનેલા બાળકનું નામ સતીશ મહેશ વસાવા (ઉ.વ.11) સતીશ માતા-પિતાનો એક નો એક દીકરો અને એક ની એક બહેનનો ભાઈ હતો.સતીશ ધોરણ-6 મા અભ્યાસ કરતો હતો.આજે ગણેશ ચતુર્થી ને લઈ શાળા એ રજા હોવાથી પશુ ચરાવવા ગયો હતો. ત્યારે આ ઘટના બની હતી.
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ઘટના આજે સવારે બની હતી દીપડો ખેતરમાં છુપાઈને બેઠો હતો દીપડાએ ખેતરમાં એકાએક પશુઓ પર હુમલો કર્યો હતો ત્યારબાદ પશુઓ ચરાવવા નીકળેલા બાળકોને જોઈ ખેતર માંથી બહાર નીકળી ફરી બાળકો પર હુમલો કર્યો હતો જોકે બુમાબૂમ થઈ જતા દીપડો બાળક ને છોડી ખેતરમાં ઘુસી ગયો હતો ત્રણ વાર બાળકના મૃતદેને લઈ જવા માટે દીપડો શેરડીના ખેતરમાંથી બહાર નીકળ્યો હતો
ઘટનાની જાણ થતા જ ગ્રામજનો ભેગા થઈ વન વિભાગ ને જાણ કરતા તેઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા આજે બનેલી દીપડાના હુમલાની ઘટનાને લઈ ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.બાળકના ગળાના ભાગે દીપડાના દાંતના નિશાન મળી આવતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે. આ ઘટના બનતા જ સ્થાનિક કેતનભાઇ ભટ્ટ તેમજ તાલુકા જિલ્લા પ્રતિનિધિઓ ધર્મેન્દ્રસિંહ સોલંકી જીતેન્દ્રસિંહ જાદવ વગેરે મદદ દોડી આવ્યા હતા અને ત્યારબાદ માંગરોળના લોક પ્રતિનિધિ ધારાસભ્ય ગણપતભાઈ વસાવા તાલુકા પંચાયત પ્રમુખ મનહરભાઈ વસાવા હર્ષદભાઈ ચૌધરી ચંદુભાઈ વસાવા સહિતના આગેવાનો તેમજ વન વિભાગ સુરત ડી એફ ઓ આનંદકુમાર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતક બાળકના પરિવારજનોને સાંત્વના આપી સરકાર દ્વારા મૃતકના બાળકના વાલી વારસો ને ₹ 5 લાખ સહાય આપવાની જાહેરાત કરી હતી હાલ આ ઘટનાને પગલે સમગ્ર વન વિભાગ નું તંત્ર દોડતું થઈ ગયું છે અને માનવ ભક્ષી દીપડાને પાંજરે પુરવા માટે કાર્યવાહી શરૂ કરી છે.
વિનોદ મૈસુરીયા : વાંકલ