જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમે ગઇ કાલે નડિયાદ શહેરના પશ્ચિમમાં પીજ રોડ પર પેટ્રોલીંગ દરમિયાન બાતમીના આધારે રામદેવપીર મંદિર સામે આવેલ શ્રી રંગ સોસાયટીના મકાનમાં એક ઈસમ મકાન ભાડે રાખી દારુનો જથ્થો સંગ્રહ કર્યો છે . પોલીસે દરોડો પાડી અહીંયાથી પોલીસે કુલ ૬ લોકોને કાર મારફતે દારૂ સગેવગે કરતા ઝડપી પાડયા છે જેમાં ફીરોજ અલ્લારખા વ્હોરા (રહે.ફૈઝાનપાર્ક, બારકોસીયા રોડ, નડિયાદ), મનોજ ઉર્ફે ભુરીયો રસીકભાઇ રાજપુત (રહે.કમળા, નડિયાદ), ઈરફાનખાન ઈમ્ત્યાજખાન પઠાણ (રહે.પીજ રોડ, નડિયાદ), દિપક ઉર્ફે મેડીકલ ઈશ્વરભાઈ સરગરા (રહે.અમદાવાદી બજાર, નડિયાદ), અરબાજ ફીરોજખાન પઠાણ (રહે.પીજ રોડ, નડિયાદ), મહિપતસિંહ કિરીટસિંહ જાડેજા (રહે.પીજ રોડ, નડિયાદ)નો સમાવેશ થાય છે.
પોલીસે અહીંયા પાર્ક કરેલ એક કારમાંથી અને મકાનમાં સર્ચ કરતા મોટી માત્રામાં વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જે પોલીસે ગણતરી કરતા કુલ બોટલો નંગ ૩૭૬૮ કિંમત રૂપિયા ૫ લાખ ૫૦ હજાર 800 તેમજ પકડાયેલા આરોપીઓ પાસેથી મળી આવેલા મોબાઈલ ફોન રોકડ રૂપિયા સહિત કાર મળી કુલ રૂપિયા ૭ લાખ ૪૧ હજાર ૯૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પુછપરછ કરતા આ પકડાયેલ ફીરોજ અને ઈકબાલ ઉર્ફૈ મુન્નો બચુખાન પઠાણ (રહે.નડિયાદ) ભાગીદારીમાં દારૂનો ધંધો કરતા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત દારૂનો જથ્થો આબુરોડ રાજસ્થાન ખાતે રહેતા લક્ષ્મણ નામાના વ્યક્તિએ આપ્યો હોવાની કબૂલાત કરતાં પોલીસે કુલ ૮ વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નરેશ ગણવાની : નડિયાદ