નમૅદા નદી પર આવેલ સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નમૅદા નદી બે કાંઠે વહેતી થઈ છે, જેના કારણે અંકલેશ્વર શહેર અને તાલુકાનાં અનેક વિસ્તારો,સોસાયટીઓ અને ગામો ડુબાણ માં ગયાં છે. નર્મદા નદી આ રુદ્ર સ્વરૂપ ધારણ કરતા અંકલેશ્વર શહેરી વિસ્તારની સોસાયટીઓ એક એક માળ સુધી પાણીમાં ગરકાવ થઈ છે.લોકોના જનજીવન ભારે અસર થઇ છે.ઘણા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.જરુરીયાતમંદ લોકોને જરુરી ખાધ સામગૃી પુર અસરગૃસ્ત લોકોને મળી રહે તે માટે “સેવા સહાય ચેરીટેબલ ટ્રસટ, અંકલેશ્વર”ના પ્રમુખ નાઝુ ફડવાલા ના માગદશઁન દ્વારા ટ્રસટ ના હોદ્દેદાર કૌશલ ગોસ્વામી,ઝાહીદ ફડવાલા,યુનુસ શેખ,વીપુલ ભાનુશાલી અને ટ્રસટના અન્ય સદસ્યો દ્વારા સક્કરપાર,પાપડી,બીસ્કીટ અને પાણી ની બોટલોનું જરુરીયાતમંદ લોકોને,રાહાત કેમ્પમાં અને સ્થાનીક સોસાયટી વિસ્તારો માં રાહાત સામગીઁ પહોચાડી હતી.
Advertisement