Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં પુરનું સંકટ, નગરમાં પાણી ઘુસતા વેપારીઓને અને ગરીબોને પારાવાર આર્થિક નુકશાન.

Share

ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા ડેમમાંથી નર્મદા નદીમાં 14 લાખ કરતા વધુ પાણી છોડતા આજે મળસકાના સમયે નર્મદા નદીએ તેની ગોલ્ડન બ્રિજ ખાતેની 24 ફૂટની ભયજનક સપાટી વટાવી હતી.

ઉપરવાસમાં ભારે વરસાદ વરસવાંથી ડેમમાંથી 14 લાખ ક્યુસેક કરતા વધુ પાણી તબક્કાવાર નર્મદા નદીમાં છોડવામાં આવ્યું હતુ જેથી ગત રોજ સમી સાંજથી નર્મદા નદીના જળ સ્તરમાં વધારો થવાની શરૂઆત થઇ હતી.

આજે મળસકાના ચાર વાગ્યાના અરસામાં નર્મદા નદીએ તેની ગોલ્ડન બ્રિજ ખાતેની 24 ફૂટની ભયજનક સપાટી વટાવી હતી. સાથેજ ભરૂચ નગરના વિવિધ વિસ્તારોમાં પૂરના પાણી પ્રવેશવાની શરૂઆત થઇ ચુકી હતી. રાત્રીના સમયે નર્મદા નદીમાં એટલી ઝડપથી પૂરના પાણી ચઢી રહ્યા હતા કે આ પૂર ઘોડાપુર સાબીત થાય અને ખુબ મોટુ રેલ સંકટ સાબીત થવાની સંભાવના હતી પરંતુ કલેકટર તુષાર સુમેરાના આગવા આયોજનના પગલે આવા પૂર સંકટમાં પણ જિલ્લામાં કોઈ જાનહાની થઇ ન હતી. NDRF અને SDRF ની એક એક કુમકને સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. જયારે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ રેસ્ક્યુ અને અન્ય કામગીરી કરવામાં આવી હતી.

આ પૂરના સંકટના પગલે ભરૂચ તાલુકાના તવરા, શુક્લતીર્થ, અને ઝનોર તરફના રસ્તા સાવધાનીના હેતુસર બંધ કરવામાં આવ્યા હતા. ભરૂચ તાલુકા ઉપરાંત અંકલેશ્વર, ઝઘડિયા અને હાંસોટ તાલુકાના ખેડૂતોની ખેતીને પારાવાર નુકશાન થયુ હતુ.
પૂરના પાણી ભરૂચ નગરના દાંડિયા બજાર, કતોપોર બજાર, ફુરજા વિસ્તાર અને અન્ય વિસ્તારોમાં પ્રવેશતા વરપારીઓને તેમજ રહીશોને પારાવાર નુકશાન થયુ હતુ. નીચાણવાળા વિસ્તારમાં આવેલ ઝુંપડ પટ્ટીમાં પણ પૂરના પાણી ફરી વળતા ગરીબ અને શ્રમજીવીઓને ઘરવખરીનુ ભારે નુકશાન થયુ હતુ.

Advertisement

Share

Related posts

ઊંચામાળા ખાતે ડો.મતાઉદ્દીન ચિશ્તીની વિશેષ ઉપસ્થિતીમાં ભવ્ય પ્રકૃતિ પર્વ યોજાશે.

ProudOfGujarat

અંકલેશ્વર પંથકમાં વણશોધાયેલ બે ગુનાઓ શોધી એક ઈસમની અટકાયત કરાઇ.

ProudOfGujarat

ભારે કરી-ડોર ટૂ ડોર પ્રચારમાં નીકળતા ભાજપ-કોંગ્રેસ આપ ના નેતાઓને જોઈએ તેટલું પ્રજાનું સમર્થન નહિ, નેતાઓના સ્વાગત માટે લોકોને અગાઉથી ફુલહાર પહોંચાડે છતાં નિરાશાજનક સ્થિતિ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!