હરેશભાઈ વસાવા બે વખત કોંગ્રેસ પક્ષમાંથી વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે અને તેઓ હરી ચૂક્યા છે, હરેશભાઈ વસાવા નર્મદા જિલ્લામાં તેઓ યુવાનોમાં સારી પકડ ધરાવે છે. હરેશભાઈ વસાવા નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ પર રહી ચૂક્યા છે અને કોંગ્રેસના વિવિધ હોદ્દાઓ પણ તેઓ રહી ચૂક્યા છે છોટાઉદેપુર લોકસભાના યુવા પ્રમુખ તરીકે પણ રહી ચૂક્યા છે. ખાસ કરીને હરેશભાઈ વસાવા જ નર્મદા જિલ્લામાં યુથ કોંગ્રેસ સંગઠન ઊભું કરવામાં તેઓએ ખૂબ મહેનત કરી છે અને તેઓએ જ ઊભું કર્યું હોય તેમ કહી શકાય. હરેશભાઈ વસાવાનો જન્મ જ કોંગ્રેસમાં થયો હતો પણ કોઈ કારણસર તેઓએ કોંગ્રેસને અલવિદા કરીને ભાજપમાં પ્રવેશ કર્યો છે.
સુરત ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની અધ્યક્ષતામાં તેઓ ભાજપમાં જોડાયા. આવનારા 2024 ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મોટુ નુકશાન થાય તેમ કહી શકાય. તેઓની સાથે નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ અને નાદોદ વિધાનસભાના ધારાસભ્ય ડો,દર્શના દેશમુખના ભાઈ રવિભાઈ દેશમુખ પર હાજર છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી હરેશભાઈ વસાવા ભાજપમાં જોડાયા
Advertisement