Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ સ્થિત કન્યાશાળામાં સખીદાતા તરફથી આર.ઓ ફિલ્ટર પ્લાન્ટ તથા પાણીનું કુલર દાન કરાયું

Share

ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત કન્યાશાળામાં નગરના સખીદાતા તરફથી શાળામાં આર.ઓ ફિલ્ટર પ્લાન્ટ તેમજ પાણીનું કુલર દાન કરવામાં આવ્યું હતું. કન્યાશાળામાં બાળકોને પીવાના પાણીની તકલીફ પડી રહી હતી. જે ધ્યાને આવતા નગરના સંજરી પાર્ક વિસ્તારમાં રહેતા સખી દાતા ઈમ્તિયાઝભાઈ સૈયદ તરફથી શાળામાં આર.ઓ ફિલ્ટર પ્લાન્ટ અને પાણીના કુલરનું દાન કરવામાં આવ્યું હતું.

કન્યાશાળામાં આર.ઓ ફિલ્ટર પ્લાન્ટ અને પાણીનું કુલરની વ્યવસ્થા કરવામાં આવતા કન્યાશાળામાં અભ્યાસ કરતા બાળકોને પીવાના પાણીની પડી રહેલી તકલીફ દુર થશે. આર.ઓ ફિલ્ટર પ્લાન્ટ અને પાણીનું કુલર દાન કરી સૈયદ ઈમ્તિયાઝભાઈ અન્યો માટે પ્રેરણાદાયી બન્યા છે. શાળા સંચાલકો દ્વારા સખી દાતા ઈમ્તિયાઝભાઇ સૈયદનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

સુરત મહાનગરપાલિકાનાં જાગૃત કોર્પોરેટર દિનેશ કાછડીયાએ શહેરમાં ફરતી બી.આર.ટી.એસ. બસના કંડકટરો દ્વારા મુસાફરોને ટિકીટ ન આપીને રૂપિયા ચાઉં કરી જતાં હોવાની ગંભીર ફરિયાદ લાંચ રૂશવત ખાતાને કરી છે.

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે જીવીબા લોક કલ્યાણ ટ્રસ્ટનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો…

ProudOfGujarat

ગોધરા: મહિલાઓના ઉત્કર્ષ માટે માર્ગદર્શિકા પુસ્તકનું વિતરણ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!