Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દેશવ્યાપી કાર ચોરીનો પર્દાફાશ કર્યો, 10 કાર સાથે આરોપીઓની ધરપકડ કરી

Share

અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર જી એસ મલિકે ગઈકાલે મળેલી ક્રાઈમ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, શહેરમાં ચોરી અને સાયબર ક્રાઈમ સિવાય અન્ય ગુનાઓ કાબુમાં છે. ત્યારે શહેરમાં ઘરફોડ અને વાહન ચોરીના ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે. બીજી બાજુ ક્રાઈમ બ્રાંચે દેશ વ્યાપી વાહન ચોરીની ઘટનાઓનો પર્દાફાશ કર્યો છે. ટેકનોલોજીની મદદથી 500થી વધુ પ્રિમિયમ કારની ચોરી કરનાર આંતર રાજ્ય ગેંગના બે સાગરિતોને 10 લક્ઝુરિયસ કાર સાથે પકડીને દેશવ્યાપી વાહનચોરી તથા RTO કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ક્રાઈમ બ્રાંચે બે આરોપીઓ સહિત 1.32 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ ક્રાઈમ બ્રાંચને ઘરફોડ અને વાહનચોરી કરતાં ઈસમનો પકડી પાડવા માટે સૂચના આપવામા આવી હતી. આ દરમિયાન બાતમીને આધારે ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ નાના ચિલોડા એસપી રીંગરોડ પાસેથી ઉત્તરપ્રદેશના અશરફસુલતાન અને ઝારખંડના ઈરફાન ઉર્ફે પીન્ટુને પકડી પાડ્યા હતાં. ક્રાઈમ બ્રાંચના સુત્રોના જણાવ્યા પ્રમાણે પકડાયેલો આરોપી ઇરફાન ઉર્ફે પીન્ટુને દિલ્હી શહેર પોલીસની એન્ટી ઓટો થેફ્ટ સ્કોડ છેલ્લા દોઢેક વર્ષથી શોધી રહી હતી. તેમજ અશરફસુલતાન ગાજી અગાઉ દિલ્હીમાં ફોરવ્હીલ ગાડીઓની ચોરીના 10થી વધુ કેસોમાં પકડાયો છે. પકડાયેલા આરોપીઓ ઉતરપ્રદેશ, દિલ્હી, રાસ્થાન અને પશ્ચિમબંગાળના બીજા સાગરીતો સાથે ભેગા મળી ગેંગ બનાવી હતી. આ ગેંગ દ્વારા ચોરેલી કારને અન્ય રાજ્યમાં હરાજીની ગાડીઓમાં વેચી નાંખવામાં આવતી હતી.

Advertisement

પકડાયેલા આરોપીઓના ગેંગના માણસો દ્વારા પાર્કિંગમાં રાખેલી “ફોર્ચ્યુનર, ઇનોવા, સ્કોર્પિયો, ક્રેટા, બ્રેઝા, અલ્કઝાર” જેવી લક્ઝુરિયસ ફોરવ્હીલ ગાડીઓમાં લેપટોપ દ્રારા કોડ બદલી નવો કોડ નાખી ચોરી કરતા હતા.આ ચોરીની ગાડીના ફોટા વોટસએપ માધ્યમથી અન્ય રાજ્યોના ગ્રાહકોને મોકલતા હતા. ગેંગના માણસો ચોરી કરેલી ફોરવ્હીલ ગાડીઓના એન્જીન ચેચીસ નંબરો બદલી નાખી અન્ય ગાડીઓના નંબરો નાખી “ અસમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, તથા અન્ય સેવન સિસ્ટર રાજ્યોમાંથી” એન.ઓ.સી લેટર બનાવી આર.ટી.ઓ. પાસીંગ કરાવતા હતા. ગ્રાહક ગાડી પસંદ કરે પછી ગાડી બુકીંગ માટે એડવાન્સમાં ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર કરાવતા હતા. જે રાજ્યમાંથી ફોરવ્હીલ ગાડી ચોરી થયેલ હોય તે રાજ્ય સિવાય તેમજ પોતે બંન્ને જે રાજ્યમાં રહે છે તે સિવાય ના રાજ્યોમાં ચોરીની ફોરવ્હીલ ગાડી વેચાણ કરતા હતા. આરોપીઓ પાસેથી પકડાયેલ 10 ગાડીઓમાં ટોયોટા ફોર્ચ્યુનર, ઈનોવા ક્રિસ્ટા, હ્યુન્ડાઈ અલ્કઝાર, હ્યુન્ડાઈ ક્રેટા, મારૂતિ બ્રિઝા અને મારુતિ સ્વીફ્ટનો સમાવેશ થાય છે.


Share

Related posts

અંકલેશ્વર જી.આઇ.ડી.સી વિસ્તારમાં અછોડાતોડ પકડાયા.

ProudOfGujarat

નડિયાદમાં વહેલી સવારે વૃદ્ધને રખડતા ઢોરે શિંગડે ચઢાવતા ઘાયલ

ProudOfGujarat

વડોદરા રાઈફલ એસોસીએશન દ્વારા યોજાયેલ રાઈફલ શુટિંગમાં રાજપીપળાના કાદરી બંધુઓ ઝળકયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!