Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં ચેન સ્નેચિંગ કરતી ગેંગના 6 ઇસમો ઝડપાયા, 11 જેટલા ગુનોનો ભેદ ઉકેલાયો

Share

સુરતમાં છેલ્લા ઘણા સમયથી ચેઇન સ્નેચિંગ કરતી ગેંગે તરખાટ મચાવ્યો હતો. જોકે, હવે પોલીસે 40 દિવસ સુધી આ ગેંગના સભ્યોને ટ્રેસ કરી 6 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી પોલીસે કુલ 3.36 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં છેલ્લા ઘણા સમયથી ચેઇન સ્નેચિંગ અને લૂંટની ઘટનાઓમાં વધારો થયો છે. શહેરના વિવિધ વિસ્તારમાં રાહદારીઓના ગળામાંથી સોનાની ચેઇન ખેંચી ફરાર થઈ જતા રીઢા ગુનેગારોની ગેંગ સક્રિય થતા પોલીસે તેમને ઝડપી પાડવા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અનેક વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા બાદ અને સતત 40 દિવસ સુધી ગેંગના સભ્યોને ટ્રેસ કર્યા બાદ હવે પોલીસને સફળતા મળી છે. પોલીસે ગેંગના 6 સભ્યોની ધરપકડ કરી છે.

Advertisement

ઝડપાયેલા આરોપીઓ પાસેથી પોલીસે બાઇક, મોબાઇલ ફોન, દાગીના, રોકડ મળી કુલ રૂ.3.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મહત્વનું છે કે તમામ આરોપીઓ રીઢા ગુનેગાર હોવાથી 100 જેટલા ગુના આચરી ચૂક્યા છે. આરોપીઓની ધરપકડ સાથે સ્નેચિંગ અને ચોરી સહિતના કુલ 11 જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો છે. આ કેસમાં પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ધુમ્મસમય વાતાવરણમાં અનોખો નજારો.

ProudOfGujarat

ગરૂડેશ્વરની રોશની શાળામાં “ભારત કે લાલ” કાર્યક્રમ હેઠળ શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ…

ProudOfGujarat

સોનગઢ ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણ કક્ષાની પ્રતિમાનો અનાવરણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!