Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા નદીમાં ગણેશ વિસર્જનની મંજૂરી આપવાની માંગ સાથે અંકલેશ્વરના ગણેશ મંડળના આયોજકોની કલેકટરને રજુઆત

Share

અંકલેશ્વર શહેરના અલગ અલગ વિસ્તાર સોસાયટીઓના ગણેશોત્સવ આયોજક મંડળો દ્વારા આજરોજ ભરૂચ જિલ્લા કલેકટરને એક આવેદન પત્ર પાઠવી આગામી તારીખ 19 સપ્ટેમ્બરના રોજથી શરૂ થનાર ગણેશોત્સવના ભાગરૂપ ભગવાન ગણેશની પ્રતિમાની સ્થાપના સરકાર એ નક્કી કરેલ નિયમો અનુસાર કરવા જઈ રહ્યા છે.

ગત અમુક વર્ષોથી તંત્ર દ્વારા ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવા હેતુ કુત્રિમ તળાવ, કુંડ ઉભા કરી આયોજક મંડળોને ફરજીયાત પણે નક્કી કરેલ તળાવ, કુંડમાં ભગવાન ગણેશજીની પ્રતિમા વિસર્જિત કરવાની ફરજ પાડવામાં આવે છે. તંત્ર દ્વારા વિસર્જિત બાદ ભગવાન ગણેશજીની પ્રતિમાઓનું યોગ્ય જતન કરવામાં આવતું નથી, અને કુત્રિમ તળાવોમાં પ્રતિમાઓ દયનિય હાલતમાં હોય તેવા ફોટો, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે.

Advertisement

અંકલેશ્વરના વિવિધ ગણેશ મંડળના આયોજકોએ આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે ઉપસ્થિત રહી ગણેશજીની પ્રતિમાઓનું નર્મદા નદીમાં વિસર્જન કરવા માટે તંત્ર મંજુરી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ સાથે આવેદન પત્ર પાઠવી રજુઆત કરી હતી.


Share

Related posts

અંકલેશ્વર પોલીસે ડી.પી. ચોરીના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડયો.

ProudOfGujarat

અંકલેશ્વર : બાઇક ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ, ચોરીની ૧૯ મો.સા સાથે ટોળકી ઝડપાઈ.

ProudOfGujarat

વડોદરાના કરજણ નગરમાં મકરસંક્રાંતિ પર્વની રંગેચંગે ઉત્સાહભેર નગરજનો દ્વારા ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!