આજરોજ SRF ફાઉન્ડેશન દ્વારા દત્તક લીધેલ નેત્રંગ તાલુકાની ૧૯ શાળાના આચાર્યઓની મિટિંગ રાખવામાં આવી જેમાં SRF તરફથી શાળાઓમાં ધોરણ ૧ થી ૩ ના બાળકો માટે પ્રિન્ટ રિચ અને રીડિંગ કોર્નરની પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે જેના અંતર્ગત સ્ટેશનરી વિતરણ અને માર્ગદર્શક અનુસંધાને મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુમાર શાળા નેત્રંગ,કન્યા શાળા નેત્રંગ, જૂના નેત્રંગ, મોરિયાના, મોટામાલપોર, ઉમરખડા, થવા, ઝરણાં, શનકોઈ, મૌઝા, હાથાકુંડી, પાંચસિમ, વિજયનગર, મોટા જાંબુડા, ખરેઠા, રાજવાડી તેમજ નેત્રંગ તાલુકાના BRC સુધાબેન વસાવા ઉપસ્થિત રહ્યા અને પ્રિન્ટ રિચ,રીડિંગ કોર્નર,શાળા સુંદરતા વિશેની વિગતવાર માહિતી આપી.
કાર્યક્રમની શરૂઆત SRF ફાઉન્ડેશન દ્વારા તમામ આચાર્યઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. ગ્રામિણ શૈક્ષણિક કાર્યક્રમના ફિલ્ડ ઓફિસર વસાવા કલ્પેશભાઇ અને પ્રોગ્રામ ઓફિસર શ્રી.ગામિત સુનિલ દ્વારા થતી પ્રવૃતિઓ જેવી કે પ્રિય બાળકો માટે ખેલ ખેલ મૈં શિક્ષા, FLN, રીડિંગ કોર્નર, પ્રિન્ટ રિચ, અને શળા સુંદર્તા પ્રવ્રુતિ વિશેની ચર્ચા કરવામાં આવી. તેમજ ચાલુ શૈક્ષણિક સત્ર દરમિયાન શાળા અને SRF ફાઉન્ડેશન બંને સાથે મળી બાળકોના વિકાસમાં કઈ રીતે ભાગ ભજવી શકે તેની વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.
બી.આર.સી સાહેબ સુધાબેન વસાવા એ તેમના ઉદ્દબોધનમાં જણાવ્યું કે SRF ફાઉન્ડેશન દ્વારા શાળાઓમાં બાળકોના હિત માટે સાયન્સ લેબ, લાયબ્રેરી, ડિજિટલ ક્લાસરૂમ તેમજ અન્ય ભૌતિક સુવિધાઓ આપવામાં આવી છે જેનો ભરપૂર ઉપયોગ કરી બાળકોને શિક્ષણમાં ખુબ મહત્વનું કામ કરી રહ્યું છે જેથી તમામ શાળાઓ સહકાર કરે અને બાળકોને વધુમાં વધુ શિક્ષણ મળે તેવો પ્રયાસ છે. તેમજ SRF તરફથી સાયન્સ મેળો, સ્પોર્ટ્સ ડે, એક્સપોઝર વિઝિટ, FLNના શિક્ષકોની તાલીમ, SVC હરીફાઈ, KKMSના બાળકોની પ્રિ ટેસ્ટ, બાલ વાટિકાની તાલીમ વગેરેનું આયોજન અંગે માહિતી આપવામા આવી.
થવા બ્રાંચ પ્રાથમિક શળાના આચાર્યશ્રી માધવભાઇ વસાવા દ્વારા જણાવવામાં આવ્યું કે ખેલ ખેલ મે શિક્ષા અભિયાન શાળાના પ્રિય બાળકો માટે ખૂબ જ ઉપયોગી સાહિત્ય નિવળી રહ્યું છે, અને તેનો શિક્ષકમિત્રો દ્વારા ખૂબ સારી રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. SRF ફાઉન્ડેશન દ્વારા ખુબ સારી વર્કબુક અને શાળાને ખુબ સારો સપોર્ટ કરવામાં આવે છે. તેમજ SRF તરફ્થી જે TLM આપવામા આવે છે બાળકો માટે ખુબ ઉપયોગી અને અભ્યાસિક પ્રવૃતિઓમા લાભદાયિક છે.