Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : મહિલાના ગર્ભમા બાળક ઊંધું હોવા છતાં ૧૦૮ ની ટીમે સફળ પ્રસુતિ કરાવી

Share

કપડવંજના રેલિયા ખાતે ૧૦૮ ઇમરજન્સી સેવાને અદાજીના મુવાડામાંથી ડિલિવરી કેસનો કોલ આવ્યો હતો. જેમાં ૧૦૮ ના કર્મચારીઓ  સ્થળ પર પહોંચી મહિલાના પેટમાં તપાસ કરતા બાળક ઉધુ હોવાની જાણ થઈ હતી. જેને લઇ ઇઆરસીપીના માર્ગદર્શનથી મહિલાને પોઝિશન અને ઓક્સિજન આપીને ૧૦૮ ના સભ્યોએ નોર્મલ ડિલિવરી કરાવી હતી.

મંગળવારે બપોરના રોડ અદાજીના મુવાડા માંથી રેલિયા એમ્બ્યુલન્સ પર મહિલાની ડિલિવરી બાબતેનો ફોન આવ્યો હતો. જેને લઇ રેલીયા એમ્બ્યુલન્સ ઇએમટી મુકેશ સિંહ પરમાર અને પાયલોટ રવચંદભાઈ તાબડતોડ અદાજીના મુવાડા ગામ જવા નીકળી ગયા હતા. અને રસ્તામાં ઇએમટીએ દર્દી ના સગાને ફોન પર કામગીરીની માહિતી આપી દીધી હતી. તથા ગણતરીના સમયમાં તેઓ સ્થળે પણ પહોંચી ગયા હતા. જ્યાં દર્દી કિંજલબેન પરમાર ઉં. ૨૪ વર્ષ ને  તપાસ દરમ્યાન બાળક ઊંધુ હોવાનું માલુમ પડ્યું હતું. ત્યારબાદ ઇએમટી દ્વારા તૈયારીમાંજ પોઝિશન અને ઓક્સિજન આપી તથા ઇઆરસીપીના માર્ગદર્શન પ્રમાણે કામગીરી કરી નોર્મલ ડિલિવરી કરાવી હતી. જેમાં હાલ માતા અને બાળક બંને સ્વસ્થ જણાયા હતા. ત્યારબાદ તેઓને કપડવંજ સીએચસીમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સલામત ડિલિવરી થતા દર્દી અને તેના સગા રાહત અનુભવી હતી. અને ૧૦૮ સ્ટાફનો આભાર માન્યો હતો.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

અંકલેશ્વર-મોટાલી ગામ નજીક હાઇવે ઉપર બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો.બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત.કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર…

ProudOfGujarat

પી.એમ મોદી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે નવિન PSA ઓક્સિજન પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કરશે.

ProudOfGujarat

માનવ નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ જંબુસર દ્વારા સરકારી કચેરીઓમાં સેનેટાઈઝર છંટકાવ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!