Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જીલ્લામાં અદાણી ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરાઇ

Share

અદાણી ફાઉન્ડેશન અને આઈસીડીએસના સંયુક્ત પ્રયાસથી સમાજમાં હકારાત્મક બદલાવ માટે પહેલ કરવામાં આવી છે. ચાલુ વર્ષે કુપોષણ મુક્ત નર્મદાની નેમ સાથે જિલ્લાના 562 ગામો, 952 આંગણવાડીઓમાં 215 સંગીનીઓ સુપોષણ અભિયાન ચલાવી રહી છે. જેમાં ગ્રામ્યકક્ષાએ બેઠકો, માર્ગદર્શન, તાલીમ, પ્રદર્શની અને પોષક ચીજવસ્તુઓની સહાય કરવામાં આવે છે.

નર્મદા જિલ્લામાં કુપોષણ નિવારવા આઈસીડીએસ વિભાગ, આંગણવાડી વર્કર્સ, આરોગ્ય વિભાગની નર્સ, આશા વર્કર્સ તેમજ અદાણી ફાઉન્ડેશન ટીમના સહિયારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. પોષણ માસ દરમિયાન વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા કુપોષિત બાળકોની ઓળખ, સ્ક્રીનીંગ, ટીએચઆરનો ઉપયોગ તેમજ બાળ સેવા કેન્દ્રોનો લાભ લેવા લોકોને પ્રેરિત કરવામાં આવે છે. સમુદાયમાં ટકાઉ પરિવર્તન માટે લોક ભાગીદારી હોવી અત્યંત આવશ્યક છે. પોષણ અભિયાન ઝુંબેશમાં શરૂઆતના 12 દિવસમાં 16,565 લોકોને આવરી લેવામાં આવ્યા છે.

સરકારના આઇ.સી.ડી.એસ વિભાગ દ્વારા ટી.એચ.આર આપવામાં આવે છે. જેનાથી પોષણયુકત વાનગીઓ બનાવવાની તાલીમ આપવામાં આવે છે. આદિવાસી વિસ્તારોમાં ખોરાકમાં નહીવત્ વૈવિધ્ય તેમજ આહારના સમયમાં વધુ અંતર જોવા મળે છે. પરિણામે માતા અને બાળકને જરૂરી પોષકતત્વો મળતા નથી. સંગીની બહેનો સ્નેહ શિબિરમાં બાળશક્તિમાંથી 14 દિવસ સુધી અલગ-અલગ વાનગીઓ બનાવી બાળકોને સુપોષિત કરે છે. વળી વાનગીઓમાં ખૂટતી સામગ્રી માટે અદાણી ફાઉન્ડેશન તરફથી કીટ પણ આપવામાં આવે છે.

પોષણ માસ દરમિયાન હાથ ધરવામાં આવતા કાર્યક્રમોમાં લોકભાગીદારી વધારવા સમાજના આગેવાનો, વિવિધ ક્ષેત્રના મોભીઓ તેમજ મહિલાઓને સક્રિય રીતે જોડાવામાં આવે છે. મહિલાઓને વિવિધ નાટકો અને પ્રદર્શન દ્વારા મમતા દિવસનો લાભ લેવા પણ આગ્રહ કરવામાં આવે છે. સ્વીકૃત 10 પગલાંઓના અમલ માટે ઘરે-ઘરે મુલાકાત, જૂથ ચર્ચા, કિશોરીઓ સાથે વાર્તાલાપ, ધાત્રી બહેનોને માર્ગદર્શન તેમજ પ્રસૂતિ પહેલા અને બાદની કાળજી વિશે વિગતવાર માહિતી પ્રદાન કરવામાં આવે છે.

Advertisement

અદાણી ફાઉન્ડેશનના શીતલ પટેલ જણાવે છે કે “કુપોષણ જેવી સમસ્યા નિવારવા સમુદાયને સંવેદનશીલ કરી જીવનચક્ર અભિગમ અપનાવી આગળ વધવાની આવશ્યકતા છે. નર્મદામાં સરકારી સંસ્થાઓ તેમજ લોકભાગીદારીથી સારા પરિણામો પ્રાપ્ત થઈ રહ્યા છે.” તાજેતરમાં ખાનગી સંશોધન સંસ્થા લોટાલીક્સ રિસર્ચ એન્ડ એનાલીટીક્સ પ્રાઈવેટ લીમીટેડ દ્વારા હાથ ધરવામાં આવેલ મૂલ્યાંકનમાં ફોર્ચ્યુન સુપોષણ પ્રોજેક્ટના પ્રયાસોની પ્રભાવશાળી અસર અને 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં કુપોષણ ડામવામાં નોંધપાત્ર સુધારો નોંધાયો છે.


Share

Related posts

અંકલેશ્વર – ભરૂચ પ્રગતિ મંડળની ચિંતન શિબિર જી.આઈ.ડી.સી અંકલેશ્વર ખાતે યોજાઈ.

ProudOfGujarat

ચોરીની મોટર સાઇકલ સાથે એક ઇસમને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર “ એ ” ડીવીઝન પોલીસ.

ProudOfGujarat

પાનોલી જીઆઇડીસી સ્થિત સલ્ફર મિલ્સ પ્રા.લી. કંપનીમાં એક અધિકારીને ઝેરી ગેસ લાગતા મૃત્યુ થયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!