Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજકોટમાં ઘરની અંદર કેમિકલની બોટલ ફાટવાથી વિસ્ફોટ, કોઈ જાનહાનિ નહીં

Share

રાજકોટમાં બુધવારે મોડી રાત્રે એક મોટો દુર્ઘટના સર્જાઈ હતી. જિલ્લાના શાસ્ત્રીનગર વિસ્તારમાં એક મકાનની અંદર કેમિકલની બોટલો ફાટતાં મસમોટો વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ થતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, ફાયર વિભાગને માહિતી મળતા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

મળતી માહિતી મુજબ, બુધવારે મોડી રાત્રે રાજકોટના શાસ્ત્રીનગર વિસ્તારમાં એક મકાનની અંદર કેમિકલની બોટલો ફાટતાં ભયાવહ વિસ્ફોટ થયો હતો. આ ઘટનાથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરાતા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સતત પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

Advertisement

Share

Related posts

નાંદોદ તાલુકાનાં કાકડવા ગામે ટ્રેક્ટર પલ્ટી ખાઈ જતા ટ્રેકટર નીચે દબાઈ જવાથી ગામનાં યુવાનનું મોત.

ProudOfGujarat

વડોદરા : એમ.એસ.યુનિ.માં આર્ટસ ફેકલ્ટીમાં પ્રવેશ ન મળતા 200 વિદ્યાર્થીએ ડીનનો ઘેરાવ કર્યો, બિલ્ડિંગ સામે ભારે હોબાળો

ProudOfGujarat

ગુજરાત સરકાર દ્વારા ગાંધીજીની 152 મી પુણ્યતિથિ ઉજવણી કરી રહી છે ત્યારે ગોધરામાં આવેલ ગાંધી આશ્રમ વિકાસ ઝંખે છે?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!