Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગર મહાનગર પાલિકાના ફૂડ વિભાગ દ્વારા પ્રદર્શન મેળામાં ત્રણ સ્ટોલમાંથી અખાદ્ય ચીજ વસ્તુઓનો નાશ કરાયો

Share

જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા પ્રદર્શન મેદાનમાં ચાલી રહેલા શ્રાવણી મેળા દરમિયાન અવારનવાર ચેકીંગની કામગીરી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ફૂડ ત્રણ ના સ્ટોલમાંથી અખાદ્ય પદાર્થ કબજે કરી લઈ તેનો સ્થળ પર નાશ કરાવવામાં આવ્યો હતો. તેમજ જામનગરમાં લોકમેળાના મેદાનની બહાર ઉભેલા ફેરિયાઓ પાસેથી ૬૦ કિલોથી વધુ અખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો છે. જામનગર શહેરના એક ડઝનથી વધુ મીઠાઈ- ફરસાણના વિક્રેતાઓને ત્યાં પણ ચેકિંગ કરી જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.

શ્રાવણ માસના તહેવારને અનુલક્ષીનેને જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાની ટીમ દ્વારા ખાસ કરી ફરસાણ, નમકીન વિક્રેતાઓને અલગ અલગ વિસ્તારએ રૂબરૂ ઇન્સપેક્સન દરમિયાન સાફ સફાઈ અને સ્વછતા જાળવવી, હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવી, ખાદ્ય પદાર્થ ઢાંકીને રાખવા, એપ્રોન કેપ-ગ્લોવ્ઝ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં સેન્ટ્રલ બેન્ક વિસ્તારમાં આવેલી એચ.જે.વ્યાસ, ઉપરાંત ચંદુલાલ છોટાલાલ મીઠાઇવારા, ન્યુ જામ વિજય ફરસાણ, વ્યાસ એન્ડ વ્યાસ મીઠાઇવાલા, દીલીપ ડેરી, શીખંડ સમ્રાટ, નવલભાઈ મીઠાઇવાલા, ત્રવાડી સ્વીટ, ન્યુ જામ વિજય સ્વીટ માર્ટ, નવકાર સ્વીટ અને ફરસાણ, રવરાઈ સ્વીટ એન્ડ નમકીન વગેરેનો સમાવેશ થાય છે.

તેમજ જામનગર મહાનગરપાલિકા આયોજીત જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ મા શરૂ થયેલ મેળામા જામનગર મહાનગરપાલિકા ના એફ.એસ.ઓ દ્વારા વહેલી સવારે ચેકિંગ કામગીરી દરમિયાન, ક્રીશ્નરાજ રેસ્ટોરન્ટ – ૩ કિલો ગ્રેવી વાસી જણાતાં સ્થળ પર નાશ કરવામાં આવ્યો છે. આશાપુરા પાઉંભાજી માંથી ૩ કિલો બોઈલ બટેટાવાસી જણાતા સ્થળ પર નાશ કરાવેલો છે, જ્યારે ગુજરાત કચ્છી સ્નેક દાબેલીમાંથી ૧ કિલો દાબેલી મસાલો વાસી જણાતા સ્થળ પર નાશ કરાવાયો છે.

એફ.એસ.ઓ.દ્વારા રૂબરૂ ઈન્સ્પેક્શન દરમિયાન પ્રદર્શન ગ્રાઉન્ડની બહાર આવેલ કુલ ૪૦ ખાદ્ય વિક્રેતાને ત્યાંથી ૬૫ કિલો અખાદ્ય જથ્થો નાશ કરાવાયો છે. તેમજ જામનગર મહાનગરપાલિકા આયોજીત જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમા શરૂ થયેલ મેળા તથા નાગેશ્વર રંગમતી નદી પટમા યોજાતા મેળામા તદ્દન હંગામી રજીસ્ટ્રેશન/લાયસન્સની કુલ ૨૪,૯૦૦ ફી ની વસુલાત કરી જે.એમ.સી. ની તિજોરીમાં જમા કરાવી છે.

Advertisement

Share

Related posts

નર્મદાના એકતાનગર ખાતે ભારી ઉદ્યોગ મંત્રાલય ભારત સરકાર દ્વારા ઉદ્યોગ 4.0 કોન્ફરન્સ યોજાઈ.

ProudOfGujarat

અંકલેશ્વરના સમાજસેવી અનિલ શુક્લાની ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પરપ્રાંતિય સેલના કન્વીનર તરીકે નિમણૂક કરાઇ

ProudOfGujarat

મહિલા પોલીસ સ્ટેશન ભરૂચના ગુનામાં સને ૨૦૧૩થી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!