Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા તાલુકા પંચાયતના પ્રમુખ પદે રમેશભાઈ વસાવાની પસંદગી કરાઇ

Share

ઉમરપાડા તાલુકા પંચાયતના પ્રમુખ પદે ઉમરખાડી ગામના રમેશભાઈ વસાવાની ભાજપ પક્ષ દ્વારા પસંદગી કરવામાં આવી હતી. સુરત જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો દ્વારા તાલુકા પંચાયત ખાતે મેન્ડેડ રજૂ કરાયા હતા. પ્રમુખ તરીકે રમેશભાઈ મંછીભાઈ વસાવા, ઉપપ્રમુખ પદે કૌસુબેન કરમસિંગ વસાવાની વરણી કરાઈ હતી. જ્યારે કારોબારી અધ્યક્ષ પદે ગુલાબભાઈ ફતુભાઈ વસાવા, શાસક પક્ષના નેતા તરીકે રવિસીંગભાઇ મૈયાભાઇ ચૌધરી અને દંડક તરીકે મોગરાબેન કરણભાઈ વસાવાની ભાજપ પક્ષ દ્વારા પસંદગી કરવામાં આવી હતી. આ સમયે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદના ઉમેદવારોએ જિલ્લા ભાજપ સંગઠનના આગેવાનો સાથે પોતાની ઉમેદવારી નોંધાવી હતી અને ત્યારબાદ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. તારીખ 14 ના રોજ વિધિવત રીતે તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ સંભાળશે.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ઢોર નિયંત્રણ કાયદાના વિરોધમાં વડોદરામાં માલધારીઓએ શ્વાનને દૂધ પીવડાવી વિરોધ કર્યો.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે પ્રધાનમંત્રીનો સ્વસહાયતા જુથોના મહિલા સભ્યો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં નર્સ સ્ટાફની પડતર માંગણીઓ ન સંતોષાતા વિરોધ કરવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!