ભરૂચના વરેડિયા ગામમાં આવેલા એક ઘરમાંથી ઇન્ડિયન સ્પેકટકેલ કોબ્રાને રેસ્કયુ કરાયો હતો. ચોમાસાની ઋતુમાં ચોતરફ ઘાસ ઉગી નીકળતા ઝેરી જાનવરો અને તેમાંય સાપ કે કોબ્રા જેવા જાનવરો જ્યાં ત્યાં ફરતા થઇ જાય છે અને લોકોના જીવને જોખમમાં નાખે છે. ભરૂચ જિલ્લાના વરેડીયા ગામે અબ્દુલભાઇ સીતપોણીયાના ઘરમાં વાઈલ્ડ લાઈફની ભાષામાં જેને સ્પેક્ટએકલ કોબ્રા કહેવામાં આવે છે તે સાપ નીકળતા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
રેસ્કયુ માટે પાલેજના ઉપસરપંચ શબ્બીર ખાન પઠાણનો સંપર્ક કરતા તેઓએ પાલેજમાં રહેતા મુબારકભાઈ પટેલને વરેડીયા ગામે રેસ્કયુ માટે મોકલી આપતા મુબારકભાઈએ ખુબ જ મહેનત અને હિમ્મત પૂર્વક સાવચેતી રાખી ઝેરી કોબ્રાને રેસ્કયુ કર્યો હતો. મુબારકભાઈ આ કામમાં ખુબ જ માહિર હોવાનો પ્રત્યક્ષ અનુભવ લોકોને થયો હતો તેમના કહેવા મુજબ તેઓ આવા ઝેરી જાનવરો પકડવાના થાય ત્યારે ગમે તે સમયે બોલાવતા તેઓ એમની સેવા માટે હંમેશા તત્પર રહેતા હોવાનું જણાવ્યું હતું. તેમના કહેવા મુજબ રેસ્ક્યુ કરેલ કોબ્રા ભારતમાં બીજા નંબરનો ઝેરી કોબ્રા હોવાનું જણાવ્યું હતું. કોબ્રાને નિહાળવા ગામ લોકો ઉમટી પડયા હતા.
યાકુબ પટેલ, પાલેજ