ભરૂચના માતરીયા તળાવ પાસે આજે સવારે એક મોટો સાપ દેખાતા રેસક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આજે સવારે માતરીયા તળાવ પાસે બાર વાગ્યાના સુમારે અંદરના ગેટની તરફ કેબિન પાસે એક મોટો સાપ દેખાતા અહીંના કર્મચારીઓએ તાત્કાલિક ધોરણે જીવ દયા પ્રેમીઓનો સંપર્ક કર્યો હતો, માતરીયા તળાવ ખાતે નિયમિત સવારે શહેરીજનો જોગિંગ માટે આવતા હોય છે ત્યારબાદ અહીં સફાઈ કર્મચારીઓ દ્વારા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવેલી તે સમયે અહીંના કર્મચારીઓએ અંદરના ગેટ પાસે કેબિન પાસે એક મોટો સાપ દેખાતા તાત્કાલિક ધોરણે કોન્ટ્રાક્ટર હિરેનભાઈનો સંપર્ક કર્યો હતો, સાપ દેખાતા હિરેનભાઈ સહિતની તેની ટીમ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચી હતી સાપનું રેસ્ક્યુ કરી સાપને અનુકૂળ વાતાવરણમાં છોડવામાં આવ્યો હતો, અહીં માતરીયા તળાવ કેબિન પાસે અંદરના ભાગમાં જોવા મળેલ સાપની લંબાઈ 6 ફૂટની હોવાનું જાણકારોનું કહેવું છે.