હાંસોટ ના શાબિર કાનુગા હત્યા પ્રકરણ માં તેઓના ફરિયાદી ભાઈ પર 24મી ઓક્ટોબર 2017માં ગોળીબાર નો બનાવ બન્યો હતો. જેમાં આ ઘટનામાં સંડોવાયેલા આરોપી ઐયાઝ ખોખરે પણ 6 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
હાંસોટ ના શાબિર કાનુગાની હત્યા બાદ તેના ભાઈ સાદિક કાનુગાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.તારીખ 24મી ઓક્ટોબર 2017નાં રોજ કોર્ટ માંથી તે ઘરે પરત ફરી રહ્યો હતો તે વખતે પાનોલી રેલવે સ્ટેશન નજીક તેની કાર પર ગોળીબાર થયો હતો.જે ઘટનામાં અંકલેશ્વર તાલુકા પોલીસે બે આરોપીઓ સમીર ઉર્ફે છીલો ઇબ્રાહિમ ખોખર અને ઐયાઝ ઉર્ફે અજ્જુ શફી ઉર્ફે પપ્પુ ખોખરની ધરપકડ કરી હતી. જોકે આ સમગ્ર બનાવમાં નવો વળાંક આવ્યો હતો.
અને આ ઘટનાનાં આરોપી ઐયાઝ ઉર્ફે અજ્જુ શફી પપ્પુ ખોખરે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.જેમાં તેને ગુલામ હુસેન મોન્ટુ કાનુગા,બદરુદ્દીન અસરુદ્દીન ખાન,સાદિક હુસેન અબ્દુલ સમદ કાનુગા,ઝાહીદ હુસેન સમદ કાનુગા,અબ્દુલ કાદિર કાનુગા,ઈરફાન સલીમ શેખ તમામ રહે હાંસોટ વિરુદ્ધ ખુન કરવાની કોશિશ તેમજ આર્મ્સ એક્ટ અંગેની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ ફરિયાદ અનુસાર મોન્ટુ કાનુગાનાં સગાભાઇ શાબિર કાનુગાનું ગત જૂન 2017માં ઐયાઝ ખોખરનાં કાકા પિન્ટુ ખોખરે ગોળીમારી હત્યા કરી હતી.જેની રીસ રાખીને બદલો લેવા માટે આરોપી મોન્ટુ કાનુગાએ તેની સ્કોર્પિયો કારમાં ચાર અને ફોર્ચ્યુનર કારમાં અન્ય આરોપીઓએ આવીને ઐયાઝને મારી નાખવાનાં ઇરાદે આરોપી બદરુ ભૈયાએ ઐયાઝ ખોખર પર રિવોલ્વર તાકી દીધી હતી,જોકે તે પોતાનો જીવ બચાવવા માટે ત્યાંથી ભાગી ગયા હોવાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.
આ ઘટનામાં ફરાર તમામ 6 આરોપીઓની અંકલેશ્વર તાલુકા પોલીસે અટકાયત કરીને વધુ તપાસ શરુ કરી હોવાનું જાણવા મળેલ છે.