ભરૂચ જિલ્લામાં ગુનાખોરીની ઘટનાઓને અંજામ આપતાં તત્વો સામે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ વિવિધ પોલીસ મથકના કર્મીઓ દ્વારા સતત ગુનેગારોને ઝડપી પાડી તેઓના નાપાક મનસુબાઓ ઉપર પાણી ફેરવી તેઓને જેલના સળીયા પાછળ ધકેલવામાં આવી રહ્યા છે, તેવામાં ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓને વધુ એક મોટી સફળતા હાંસિલ થઈ હતી.
ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે ભરૂચ તાલુકાના વેસદડા ગામ ખાતેના આહીર ફળિયા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા, દરમ્યાન ત્યાં ફરતા ઈસમ મુકેશ સીંગ ગેવરસીંગ રાવત રહે, હાલ આહીર ફળિયું વેસદડા મૂળ રહે રાજસ્થાન નાને કોર્ડન કરી તેની તલાસી લેતા તેના કમરના ભાગે રહેલા દેશી બનાવટની પિસ્ટલ મળી આવી હતી.
ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓએ પિસ્ટલ અંગેના આધાર પુરાવા માંગતા તેની પાસે મળી આવ્યા ન હતા જે બાદ ક્રાઇમ બ્રાંચના કર્મીઓએ પૂછપરછ કરતા આ પિસ્ટલ તેણે પેટ્રોલપંપ પર ડીઝલ ભરાવવા આવનાર શેરૂ નામક ઈસમ પાસેથી લીધી હોવાનું જણાવ્યું હતું, હાલ ક્રાઇમ બ્રાંચ દ્વારા મુકેશ સીંગ રાવતની ધરપકડ કરી મામલે 25 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કર્યવાહી હાથધરી છે.