મોરબી જિલ્લા પંચાયતમાં આગામી અઢી વર્ષ માટે નવા હોદેદારોની પસંદગીને આખરી મહોર મારવામાં આવી છે, ભાજપ મવડી મંડળ દ્વારા પ્રમુખ પદ માટે મહિલા ઉમેદવાર હંસાબેન પારઘી, ઉપપ્રમુખ પદે હીરાભાઈ ટમારીયા અને કારોબારી સમિતિ માટે પ્રવીણભાઈ સોનાગ્રાની પસંદગી કરવામાં આવી છે.તો વિપક્ષ દ્વારા પણ એક ફોર્મ ઉપ્રમુખ માટે ભરવામાં આવ્યું છે.
ભારતીય જનતા પાર્ટી શાસિત મોરબી જિલ્લા પંચાયતમાં અઢી વર્ષનું શાશન પૂર્ણ થતા નવા હોદેદારોની નિમણુંક માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી,જેમાં મવડી મંડળ દ્વારા સેન્સ પ્રક્રિયાને અંતે જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે હંસાબેન જેઠાભાઈ પારઘી, ઉપપ્રમુખ પદ માટે હીરાભાઈ ટમારીયા અને કારોબારી સમિતિ માટે પ્રવીણભાઈ સોનાગ્રાની પસંદગી કરવામાં આવી છે. વધુમાં આવતીકાલે પાર્ટીના મેન્ડેડ મુજબ તમામ નવા હોદેદારો ઉમેદવારી પત્ર ભરશે સાથે જ આવતીકાલે યોજાનાર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સર્વાનુમતે તમામ નવા હોદેદારોને સર્વસંમતિથી ચૂંટી કાઢવામા આવશે. હંસાબેન પારઘી અગાઉ જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચુક્યા હોય અનુભવી નેતા છે. જયારે હીરાભાઈ ટમારીયા આરોગ્ય ચેરમેન અને પ્રવીણભાઈ સોનાગ્રા શિક્ષણ સમિતિમાં ચેરમેન તરીકે રહી ચુક્યા છે.
તેમજ વિપક્ષ કોંગ્રેસ દ્વારા પણ એક ફોર્મ ઉપ્રમુખ માટે ભરવામાં આવ્યું છે જેમાં મહેશભાઈ પરેજીયાની પસંગદી કરવામાં આવી છે જો કે જીલ્લા પંચાયતમાં ભાજપના ૧૪ અને કોંગેસના ૧૦ એમ ૨૪ સભ્યોની બનેલી છે આવતીકાલે બપોરે ૧૨ વાગ્યે જીલ્લા પંચાયત ખાતે સામાન્ય સભા અને ચુંટણી યોજાવાની છે જેના બંને પક્ષો દ્વારા હાલ એડીચોટીનું જોર લગાવામાં આવ્યું છે.