અંબાજી ભાદરવી પુનમ મહામેળો-૨૦૨૩ ભાદરવા સુદ-૦૮ (આઠમ) થી ભાદરવા સુદ-૧૫ (પુનમ) આરતી તથા દર્શનનો સમય નિશ્ચિત કરવામાં આવ્યો છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને નાયબ કલેક્ટરની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ, ભાદરવા સુદ-૦૮ (આઠમ) તા.૨૩/૦૯/૨૦૨૩ થી ભાદરવા સુદ-૧૫ (પુનમ) તા.૨૯ -૦૯ -૨૦૨૩ સુધી ભાદરવી પુનમ મહામેળો-૨૦૨૩ અંબાજી ખાતે યોજાનાર હોઇ આરતી તથા દર્શનનો સમય નીચે મુજબ રહેશે. જેની ભાવિક ભક્તો અને જાહેર જનતાને નોંધ લેવી.
– ભાદરવા સુદ-૦૮ (આઠમ) થી સુદ-૧૫ (પુનમ) સુધી દર્શન તથા આરતીનો સમય
– આરતી સવારે- ૦૬.૦૦ થી ૦૬.૩૦ કલાકે
– દર્શન સવારે- ૦૬.૩૦ થી ૧૧.૩૦ કલાકે
– રાજભોગ- ૧૨.૦૦ કલાકે
– દર્શન બપોરે- ૧૨.૩૦ થી ૧૭.૦૦ કલાકે
– આરતી સાંજે- ૧૯.૦૦ થી ૧૯.૩૦ કલાકે
– દર્શન સાંજે- ૧૯.૩૦ થી ૨૪.૦૦ કલાક સુધી
– તા.૩૦/૦૯/૨૦૨૩ થી આરતી/ દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે.
ભાદરવી પૂનમ મેળો 2023 : 23થી 29 સપ્ટેમ્બરે થશે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મેળા અંગે તડામાર તૈયારીઓ કરાઈ છે. આ વર્ષે અંદાજે 40 લાખથી પણ વધારે યાત્રાળુઓ આવવાની શક્યતા
• પગપાળા યાત્રાળુઓ માટે અંદાજીત 9000 ચો.મી. વિસ્તારમાં તમામ સગવડો સાથે 4 મોટા વૉટરપ્રૂફ ડોમ બનાવાશે
• યાત્રાળુઓ માટે પાણી, શૌચાલય, સ્વચ્છતા તથા આશ્રય સ્થાનોની સુવિધામાં પણ કરાયો વધારો
• માત્ર એક ક્યૂઆર કોડ સ્કૅન કરવાથી તમામ પ્રકારની માહિતી લોકેશન સાથે મેળવી શકાશે