Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભાવનગર મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર તેમજ અન્ય પદાધિકારીઓના નામોની થઈ જાહેરાત

Share

ભાવનગર મહાનગર પાલિકાના નવા મેયર અને ડેપ્યુટી મેયરની જાહેરાત કરવામાં આવી છે. મેયર તરીકે ભરત બારડના નામ પર મહોર મારવામાં આવી છે જ્યારે ડેપ્યુટી મેયર તરીકે મોનાબેન પારેખનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

આ બન્ને પદો પર કેટલાક નામોની ચર્ચા બહું પહેલાથી જ ચાલતી હતી. નો રિપીટ થીયરી અંતર્ગત મેયર તરીકેના નામ પર ભરત બારડ, બાબુભાઈ મેર, લક્ષ્ણ રાઠોડ, ભારતીબેન મકવાણા સહીતના નામોની ચર્ચા હતી જ્યારે મેયર તરીકે ભરત ભાઈના નામ પર મહોર મારવામાં આવી છે આ સાથે ડેપ્યુટી મેયર તરીકેના નામો પર પણ ભાવનાબેન દવે, યોગીતાબેન ત્રિવેદી, મોનાબેન પારેખ, વર્ષાબેન પરમાર સહીતના નામોની ચર્ચા હતી. ત્યારે આજે આ બન્ને નામોની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે અન્ય હોદ્દેદારોના નામો પણ જાહેર કરવામાં આવતા આ સસ્પેન્સ હટ્યો છે અને ભાવનગર મહાનગર પાલિકાને નવા પદાધિકારીઓ આજે મળ્યા છે.

Advertisement

ભાવનગર મહાનગરપાલિકાને મળ્યા આ નવા હોદ્દેદારો

ભાવનગરના નવા મેયર બન્યા ભરતભાઈ બારડ

ભાવનગરના ડે. મેયર બન્યા મોનાબેન પારેખ

ભાવનગર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા રાજુભાઈ રાબડિયા

શાસક પક્ષના નેતા કિશોરભાઈ ગુરુમુખની


Share

Related posts

ભરૂચમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર 3 સભ્યોને કોંગ્રેસ દ્વારા 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા…..

ProudOfGujarat

મુસ્લિમ યુવતીઓ વિરુદ્ધ ઝેર ઓકનાર પ્રકાશ મોદી વિરુદ્ધ મુસ્લિમ સમાજ આકરા પાણીએ

ProudOfGujarat

ભરૂચ નેત્રંગ તાલુકાના કંબોડિયા ગામે તબેલામાં લાગી આગ જાણો વધુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!