માંગરોળ તાલુકામાં ડીજીવીસીએલ કંપનીએ કાયદાની આંટી ઘૂંટી વાપરી વીજ ગ્રાહકો પાસેથી ખોટા ચાર્જ વસૂલવા આપેલ નોટિસો પરત ખેંચવામાં આવે અને ગ્રાહકો પાસેથી વિવિધ પ્રકારના ખોટા ચાર્જીસ વસૂલવાનું બંધ કરવામાં આવે તેવી માંગ સાથે તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો અને વીજ ગ્રાહકો એ મામલતદાર તેમજ તાલુકા વીજ કંપનીના નાયબ ઇજનેરને એક લેખિત આવેદનપત્ર આપ્યું હતું.
તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શામજીભાઈ ચૌધરી તેમજ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી શાહબુદ્દીનભાઈ મલેક રૂપસિંગ ગામીત ઈરફાનભાઇ મકરાણી,પ્રકાશ ગામીત, ઈબ્રાહીમભાઇ કાજી સહિતના ગ્રાહકો અને આગેવાનોએ ફરજ પરના મામલતદાર પાર્થ જયસ્વાલ ને ગુજરાતના રાજ્યપાલને સંબોધીને લખેલું એક આવેદન પત્ર આપીને જણાવ્યું કે ડીજીવીસીએલ કંપની ગ્રાહકો પાસેથી એનકેન પ્રકારે નવા નુકસકાઓ અપનાવી ખોટા ચાર્જ વસૂલવા ગામડાઓમાં વીજ ગ્રાહકોને નોટિસો આપી છે તેની સમા સામે અમારો સખત વિરોધ છે આ માનસિક ત્રાસ આપવાનું વીજ કંપની બંધ કરે નહીં તો ન છૂટકે ગ્રાહકો સાથે વીજ કંપની સામે આંદોલન કરવું પડશે પહેલા વીજ ગ્રાહકો 60 અને 100 વોલ્ટ ના બલ્બ વાપરતા હતા આજે 5 અને 10 વોલ્ટ ના એલ ઇ ડી બલ્બ વાપરે છે પાવરનો સતત બચાવ થાય છે પરંતુ ગ્રાહકોના બીજ બીલ મોટા થતા જાય છે માનસિક ત્રાસ આપી ગ્રાહકોનું શોષણ વીજ કંપની કરી રહી છે તરફ મેન્ટેનન્સ નું કામ વીજ કંપની કરાવતી નથી રસ્તાઓ પર થી પસાર થતી વીજ લાઈનો રસ્તા ઉપર નમી રહેલી હાલતમાં છે તેમજ એગ્રીકલ્ચર વીજ લાઈનો જોખમી હાલતમાં છે વિજ કરંટ લાગવાથી પશુઓ મોતને ભેટી રહ્યા છે વીજ કંપનીના ખોટા ચાર્જ વસૂલવા ના મુદ્દે વીજ ગ્રાહકોમાં તીવ્ર આક્રોશ છે ત્યારે કંપનીના જવાબદાર અધિકારીઓ યોગ્ય પગલા ભરી ગ્રાહકો પાસેથી ખોટા ચાર્જીસ વસૂલવાનું બંધ કરાવે અને વીજ ગ્રાહકોને સારી વીજ સેવા પૂરી પાડે તેવી માંગ આગેવાનો દ્વારા કરવામાં આવી છે.